કાઉન્ટડાઉન શરૂ: નરેન્દ્ર મોદી સરકારમાં સુષમા સ્વરાજ મંત્રીપદના શપથ નહીં લે

નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરૂવાર

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળ માટે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા ખાસ સમારોહમાં વડાપ્રધાન પદ માટે હોદ્દો અને ગુપ્તતાના શપથગ્રહણ કરશે.

2014ની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રીમંડળની શપથ ગ્રહણ મેગા ઈવેંટ થવાની છે. આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થવા 8,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. 

વિદેશથી આવતા મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાંમાર, થાઇલેન્ડ, નેપાલ અને ભુતાનના વડાઓ સામેલ છે. ઉપરાંત સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

મોદીની સાથે મંત્રી મંડળના 65 થી 70 જેટલા સભ્યો પણ શપથ ગ્રહણ કરવાના છે. જેમાં 40 ટકા નવા ચહેરાઓ પણ હશે. સૌની નજર આજે સાંજે યોજાનારા આ ઐતિહાસિક સમારોહ ઉપર કેન્દ્રીત થઈ છે. 

ભાજપે આ વખતે 303 બેઠકો જીતી છે અને એનડીએ એ 352 બેઠક પર જીત મેળવી છે ત્યારે સૌનુ ધ્યાન કેબીનેટમાં કોને લેવામા આવે છે ? તે તરફ કેન્દ્રીત થયુ છે. કેબીનેટમાં જેડીયુ અને શિવસેનાના બે બે, અકાલી દળ અને અપના દળના એક - એક મંત્રાલય મળે તેવી શકયતા છે. સૂત્રો દ્વારા મળેલી માહીતી અનુસાર જૂના જોગીઓ તો હશે જ પરંતુ નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. યુપી, બિહાર અને ગુજરાતને ખાસ મહત્વ મળે તેવી શકયતા છે.



Live:

- સરકારમાં મંત્રીપદની શપથ નહીં લે જેડીયુના સાંસદ: નીતિશ કુમાર
- મોદી સરકારમાં સુષમા સ્વરાજ મંત્રીપદના શપથ નહીં લે


Read More:

શપથ પહેલા મોદીએ રાજઘાટ પહોંચીને ગાંધીજી, અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

PMO માંથી આ નેતાઓને આવ્યો ફોન, ગુજરાતના બે નેતાઓનો પણ સમાવેશ

મોદી સરકારની કેબિનેટમાં અમિત શાહનો થશે સમાવેશ

2014થી અલગ છે આ વખતની શપથવિધિ, જાણો શું છે ખાસ

નરેન્દ્ર મોદીના શપથ સમારોહના કરણે દિલ્હી હાઈ એલર્ટ પર

મોદી સરકારના આ સાંસદ સાયકલ લઈને શપથ ગ્રહણ સમારોહમાં જશે

24 વર્ષ પહેલા મોદી સાથે આ સાંસદ ગયા હતા અમેરિકા, હવે બની શકે છે મંત્રી

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આ ઉદ્યોગપતિઓ પણ રહેશે હાજર

જુલાઈના પહેલા સપ્તાહમાં રજૂ થઈ શકે છે મોદી સરકારનુ પહેલુ બજેટ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો