સ્માર્ટ ફોનના વેચાણમાં મંદી લોકો હજુ કંઇક નવું માંગે છે
એપલ વાળા ભલે ભારતમાં મેન્યુફેક્ચરીંગની અને વેચાણ માટેના કાઉન્ટરની વાતો કરતા હોય પણ હકીકત એ છે કે સ્માર્ટ ફોનનું વેચાણ ધટી રહ્યું છે અને ભારતના લોકો તેની ખરીદી કરવામાં કોઇ ખાસ રસ બતાવતા નથી. જો કે હકીકત એ છે કે સ્માર્ટ ફોનની ખરીદીમાં લોકોને રસ ના હોવાથી તેના વેચાણમાં મંદી જોવા મળે છે.
એક સમય હતો કે જ્યારે એપલના ફોન માટે પડાપડી થતી હતી પરંતુ હવે લોકોમાં એપલ માટેનેા ક્રેઝ ઓછો થતો જોવા મળે છે. આમ પણ, સ્માર્ટ ફોનનું વેચાણ ધટી રહ્યું છે. આપણે ત્યાં વસ્તિ વધારે છે, ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે , લોકોની ખરીદ શક્તિ પણ વધી રહી છે છતાં સ્માર્ટ ફોનની ખરીદી ધટી રહી છે. હવેની મોબાઇલ ખરીદી ભલે સ્માર્ટ ફોનની જ હોય છે પણ તેના વેચાણમાં ધટાડો જોવા મળે છે.
ભારતના લોકો સ્માર્ટ ફોન પર સ્વીચ થઇ ગયા છે પણ તે વારંવારનવો ફોન લેવા તૈયાર નથી.
સતત છઠ્ઠા કવાર્ટરમાં વૈશ્વિક સ્તરે સ્માર્ટફોનની શિપમેન્ટમાં ઘટાડો નોંધાયો છે. ર૦૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન શિપમેન્ટમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે એવું કાઉન્ટ પોઈન્ટ રિસર્ચની રિપોર્ટ ઉપરથી જાણવા મળ્યુ છે. સેમસંગ, એપલ અને મોટાભાગની બ્રાન્ડના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
જો કે, હુવેઈ, વિવો અને ઓપ જેવી ચાઈનીઝ કંપનીઓના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વાષક ધોરણે હુવેઈએ પ૦ ટકાની સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવી છે. તે પછી વિવોએ ર૭ ટકા અને ઓપોએ ૧૦ ટકા વૃદ્ધિ નોંધાવી છે. અમેરિકામાં હુવેઈ કોઈ ખાસ ઉપસ્થિતિ ધરાવતી નથી જે વિશ્વમાં સ્માર્ટફોન માર્કેટ માટે સૌથી મહત્ત્વનો માર્કેટ માનવામાં આવે છે.
વાષક ધોરણે સેમસંગના વેચાણમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે જો કે, અત્યારે ૭ર ટકા માર્કેટ શેરની સાથે સેમસંગ સૌથી મોખરે યથાવત્ છે. આ ગાળામાં સેમસંગ ગેલેક્સી એસ ૧૦નું વેચાણ વધતા આવકમાંં વધારો થયો છે. આ ગાળામાં હુવેઈએ સૌથી સારુ પ્રદર્શન કર્યુ છે તેનું કારણ વાયરલેસ ચાજગ અને એડવાન્સ કેમેરા જેવા ઈનોવેટિવ ફિચર માનવામાં આવે છે.
આ ઉપરાંત હુવેઈની બીજી બ્રાન્ડ હોનરે યુથ સાથે કનેક્ટ કરવાનું કાર્ય કર્યુ છે જેના કારણે ચીનના બજારમાં તેના માર્કેટ શેરમાં વધારો થયો છે. હુવેઈ હવે સેમસંગને પાછળ મુકવાની તૈયારી કરી રહી છે. હુવેઈએ એપલને પહેલાથી પાછળ મુકી દીધુ છે. વૈશ્વિક શિપમેન્ટમાં ર૭.૮ ટકા હિસ્સા સાથે શાયોમી ચોથા ક્રમે આવે છે તે પછી ઓપો ર૬.પ ટકા સાથે પાંચમાં વિવો ર૪ ટકા સાથે છઠ્ઠા ક્રમે આવે છે.
દરેક રાજકીય પક્ષે તેમના ચૂટણી ઢંઢેરામાં સાયબર ક્રાઇમ સામે કડક પગલાં લેવામાં આવશે એવો ઉલ્લેખ કરવો જોઇએ કેમકે કાયદા બનાવવાનું કામ સરકારનું હોય છે. સાયબર ક્રાઇમની સમસ્યાને હળવા હાથે લેવી ના જોઇએ. હવે જ્યારે વર્તમાન સ્પીડ કરતાં વીસ ગણી વધુ ઝડપે કામ કરતું ફાઇવ-જી આવી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઈમની સ્પીડ પણ વધશે એમ કહી શકાય.ફાઇવ-જી ...ધમાકેદાર એન્ટ્રી
હાલમાં ઇન્ટરનેટની જે સ્પીડ છે તેના કરતાં ૨૦ ગણી સ્પીડ સાથે ફાઇવ-જી ટૂંક સમયમાં ભારતમાં આવી રહ્યું છે. વિશ્વમાં સૌ પ્રથમ ફાઇવ-જી સાઉથ કોરીયામાં આવી ગયું છે. અમેરિકાના બે શહેરેમાં ૧૯મી તારીખથી ફાઇવ-જી જોવા મળશે. ભારતમાં બીએસએનએલે તેેના ગ્રાહકોને ફાઇવ-જી માટે ઓફર કરી છે.
જોકે તેના કોઇ ખાસ પ્રત્યાધાત પડયા નથી. પ્રાઇવેટ ઓપરેટર ફાઇવ-જી માટે કોઇ જાહેરાત કરે તેની લોકો રાહ જોઇ રહ્યા હોય એમ લાગે છે. હકીકત એ છે કે ઇન્ટરનેટની સ્પીડ સૌ પ્રથમ બીએસએનએલ મેળવી શકે છે. પરંતુ તેની સર્વિસ અને માર્કેટીંગ વ્યુહરચનાના અભાવે ગ્રાહકો પ્રાઇવેટ ઓપરેટરો તરફ વળ્યા છે.
જો કે દરેકને ફાઇવ-જીની સ્પીડમાં રસ છે. ફોર-જી કરતાં પણ ૨૦ ગણી સ્પીડ કેવી હશે તે જાણવામાં સૌને રસ છે. સર્ફીંગ કરનારા જાણે છે કે ઇન્ટરનેટ સ્પીડનો રોમાંચ અલગ હોય છે. ઇન્ટરનેટ પર બેસનારને સ્પીડ સાથે સીધો સંબંધ હોય છે. કોઇને પણ ખોડંગાતી સ્પીડ પસંદ નથી હોતી. જ્યારે મોબાઇલ ગેમીંગ અને ઓનલાઇન એજ્યુકેશન અને ટ્રેડીગ વધ્યા છે ત્યારે ઇન્ટરનેટની ઝડપી સ્પીડ બહુ જરુરી હતી.
ઓનલાઇન માર્કેટીંગના ફ્રોડ વધી રહ્યા છે. જો કે તેનું સૌથી મોટું કારણ નબળા કાયદા અને સર્ફીંગ કરનારાઓમાં જાગૃતીનો અભાવ છે એમ કહી શકાય. આપણો દેશ ઇન્ટરનેટ વપરાશકારોના મુદ્દે ટોપ-થ્રીમાં રહેવામાં ગૌરવ અનુભવે છે પણ સર્ફીગ કરનારાઓને સલામતી આપવાની બાબતમાં સૈાથી પાછળ છે એમ કહી શકાય. સાયબર પોલીસને પણ ગોથાં ખવડાવી શકે એવા સાયબર ગુનેગારોને સામાન્ય પ્રજા સમજી શકતી નથી.
ઓનલાઇન માર્કેટીંગમાં ગ્રાહક પાસેથી કેવી રીતે વધુ પૈસા પડાવવા તેનો ખેલ ચાલતો હોય છે, કોઇ માલ બદલી આપવાનું કહે છે તો કોઇ પૈસા પાછા આપવાનું કહીને લોકોનો વિશ્વાસ જીતે છે અને પછી છેતરપીંડી કરે છે.
Comments
Post a Comment