શપથગ્રહણ પહેલા પીએમ મોદીને તેમના પરિવારે પાઠવ્યો આવો સંદેશ

અમદાવાદ, તા.30 મે 2019, ગુરૂવાર

પીએમ મોદી આજે બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે ત્યારે તેમના પરિવારજનોએ પણ તેમને શુભકામનાઓ પાઠવી છે.

પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ પીએમ મોદીના નામે સંદેશ આપતા કહ્યુ છે કે, પીએમ મોદીની સરકાર બનવાથી આખો પરિવાર ખુશ છે. દેશની સરકાર એ જ રીતે લોકોના વિશ્વાસ પર ખરી ઉતરશે જે વિશ્વાસથી લોકોએ તેમને મત આપ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, મોદી એક સાધારણ પરિવારમાંથી આવે છે અને પોતાના દમ પર આજે આ સ્થાને પહોંચ્યા છે. અમારી માતાને પણ આ વાતનો ગર્વ છે કે પરિવારે કોઈ પણ પ્રકારનુ યોગદાન નથી આપ્યુ છતા પીએમ મોદી આજે દેશની જનતાના દિલો પર રાજ કરે છે. માતાએ નરેન્દ્ર મોદીને જે સંસ્કાર આપ્યા છે તે સંસ્કાર આજે ઉજાગર થઈ રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો