આવતીકાલથી સંસદનુ શિયાળુ સત્ર, સરકાર 30 જેટલા બિલ રજૂ કરશે, પેન્શન-બેન્કિંગ અને ઈલેક્ટ્રિસિટી સેક્ટરમાં ફેરફાર થશે
નવી દિલ્હી,તા.28.નવેમ્બર,2021
સંસદનુ શિયાળી સત્ર આવતીકાલ, સોમવારથી શરુ થવાનુ છે.આ સત્રમાં સરકાર 30 બિલ રજૂ કરવાની છે.
જેમાં પેન્શન, ઈલેક્ટ્રીસિટિ, બેન્કિંગ અને આર્થિક ક્ષેત્રે સુધારા કરવા માટેના બિલ સામેલ છે.લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે.
સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે અને વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે.સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.
શિયાળુ સત્રના પહેલા દિવસે સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે.સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થા ય છે.જેમાં તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર બેન મુકવાનો પ્રસ્તાવ છે.
ઈલેક્ટ્રિસિટી સેક્ટરમાં સ્પર્ધા વધે તે માટે અને ગ્રાહકોને વધારે વિકલ્પ મળે તે માટેનુ બિલ પણ મુકવામાં આવશે.જેમાં ખાનગી કંપનીઓને મંજૂરી આપવાનો પ્રસ્તાવ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.
Comments
Post a Comment