મોંઘવારીનો વધુ એક મારઃ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયા કરતાં વધારેનો વધારો


- 14.2 કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવેલો

નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર, 2021, બુધવાર

પેટ્રોલિયમ કંપનીઓએ વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરના પહેલા દિવસે જ સામાન્ય માણસોને મોંઘવારીનો વધુ એક મોટો ઝાટકો આપ્યો છે. હકીકતે સરકારી તેલ કંપનીઓએ 1 ડિસેમ્બરના રોજ એલપીજી ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત 100 રૂપિયા સુધી વધારી દીધી છે. 

સબસિડી વગરના સિલિન્ડરના ભાવ યથાવત

ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારા બાદ દિલ્હીમાં 19 કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર્સ વધી ગઈ છે અને તે 2,101 રૂપિયા થઈ ગઈ છે. જોકે 14.2 કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવેલો. દિલ્હી અને મુંબઈમાં 14.2 કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં તે 926 રૂપિયા અને ચેન્નાઈમાં 915.50 રૂપિયામાં મળી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સમીક્ષા બાદ એલપીજી ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી તમે તમારા શહેરનો એલપીજી સિલિન્ડરનો ભાવ જાણી શકો છો. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે