ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારત 77માં ક્રમે પહોંચ્યું


નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર 2018, બુધવાર

વર્લ્ડ બેંકના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારતે છલાંગ લગાવી છે. ભારતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્ષમાં 23 પોઇન્ટની છલાંગ સાથે 77માં ક્રમે પહોંચ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન(DIPP)ના સેક્રેટરી રમેશ અભિષેકે મીડિયાને સંહબોધિત કરતા આ જાણકારી આપી.

તેમણે કહ્યું કે, વર્ષ-2017માં ભારત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં 100માં ક્રમે હતું. ગત 2 વર્ષોમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્સની રેંકિંગમાં સુધારો કરનારા ટોપ-10 દેશોમાં ભારત પણ સામેલ છે. જ્યારે દક્ષિણ એશિયાના દેશોમાં ભારતનો પ્રથમ રેન્ક છે. આ અગાઉ વર્ષ-2014માં ભારત 6ઠ્ઠા ક્રમે હતુ.

આ મામલે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન(DIPP)ના સેક્રેટરીએ કહ્યું કે, દિલ્હી અને મુંબઇમાં ઓનલાઇન સિંગલ વિંડો દ્વારા વ્યવસ્થાને સારી બનાવવામાં આવી છે. આ સિવાય નાણાંમંત્રી અરૂણ જેટલીએ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ પર પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં છેલ્લા ચાર વર્ષમાં ઘણો સુધારો થયો છે. જ્યારે મોદી સરકાર સત્તામાં આવી, ત્યારે ભારત આ રેંકિંગમાં 142માં સ્થાને હતુ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો