RBI ગર્વનર સરકાર સાથે મળીને કામ ના કરી શકતા હોય તો રાજીનામુ આપેઃ સ્વદેશી જાગરણ મંચ

નવી દિલ્હી, તા. 1. નવેમ્બર 2018 ગુરુવાર

સીબીઆઈ બાદ સરકારની અન્ય એક મહત્વની સંસ્થા આરબીઆઈમાં પણ વિખવાદ ઉભો થયેલો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઉકળી રહેલા ચરુ વચ્ચે આરએસએસ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચે આરબીઆઈના ગર્વનર ઉર્જિત પટેલને સલાહ આપી છે કે તેમણે સરકાર સાથે મળીને કામ કરવુ જોઈએ નહીતર ગર્વનર પદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ.

વધુમાં આ સંગઠને એવુ પણ નિવેદન આપ્યુ છેકે આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર સહિતના અધિકારીઓએ સરકાર સાથે મતભેદો હોય તો તે અંગે જાહેરમાં બોલવાથી બચવુ જોઈએ આવા મુદ્દા બેન્કની બોર્ડ મીટિંગમાં ઉઠાવવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે તાજેતરમાં બેંકોને કેન્દ્ર દ્વારા સ્વાયત્તતા આપવામાં આવવી જોઈએ તેવી દલીલ કરીને કહ્યુ હતુ કે સરકાર બેન્કો સાથે ટી 20 મેચ રમવાનુ બંધ કરે, આ નીતિ વિનાશકારી સાબીત થઈ શકે છે.

એ પછી એવી ખબરો આવી હતી કે આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલ સરકારથી નારાજ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે