ગાંધીજીને નહેરુ વ્હાલા હતા તેથી સરદાર PM ના બની શક્યાઃ સરદારના પરિવારજન

વડોદરા, તા. 31 ઓક્ટોબર 2018 બુધવાર

સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા સરદાર પટેલના પરિવારજનો પૈકી વડોદરામાં રહેતા ૯૧ વર્ષીય ધીરુભાઈ પટેલે એક વાતચીતમાં કહ્યુ હતુ કે નહેરુ પરિવારના કારણે સરદાર પટેલ ભુલાયા હતા પણ હવે તેમનુ કદ વધી રહ્યુ છે.

ધીરુભાઈ સરદારના ભાઈના પુત્રના પુત્ર છે અને દસેક વર્ષથી વડોદરામાં સ્થાયી થયા છે. તેમના કહેવા પ્રમાણે ગાંધીજીએ નહેરુની ફેવર કરી હતી. ગાંધીજીને પહેલેથી જ નહેરુ વધારે વ્હાલા હતા અને તેથી જ સરદાર વડાપ્રધાન બની શક્યા નહોતા.

સરદારના પરિવારના અન્ય એક સભ્ય અતુલભાઈએ કહ્યુ હતુ કે આવો અનુભવ પહેલા અમે ક્યારેય કર્યો નથી.કારણકે આ પહેલા સરદારને આવુ સન્માન કોઈએ આપ્યુ પણ નથી. જે રીતે આઝાદી બાદ સરદારે ભારતના તમામ રજવાડા જોડીને ભારતનુ નિર્માણ કર્યુ હતુ તે જ રીતે હવે પીએમ મોદીએ ૨૦૧૯ બાદ ભારતનુ પુનઃ નિર્માણ કરવુ પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે