કેવડીયા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું આજે લોકાર્પણ

અમદાવાદ, તા.30 ઓકટોબર 2018,મંગળવાર

આવતીકાલે ૩૧મી ઓક્ટોબરે ભારતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. ૩૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બનેલી આ ભવ્ય પ્રતિમા વિશ્વની એક અજાયબી બની જશે.

સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાના આ જાજરમાન પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદી ૩૦મી રાત્રે જ ગાંધીનગર પહોંચી ગયા હતા. જ્યાંથી આવતીકાલે સવારે આઠેક વાગ્યા પછી નિકળીને નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચશે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી વૈશ્વિક ઓળખસમી આ પ્રતિમા બનાવવાનું વડાપ્રધાનનું સપનું આખરે સાકાર થયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ પછી વડાપ્રધાન મોદી સરદાર પટેલની વિરાટતમ પ્રતિમાના ચરણોમાં દીપ પ્રાગટય કરશે. આ ઐતિહાસિક પળે વૈદોક્ત ગણેશમંત્ર અને સસ્તિ વાચન તથા નર્મદા મંત્રના ગાન સાથે જલાભિષેક કરાશે. આ પ્રતિમાનું નિર્માણ સરદાર સરોવર નર્મદા યોજનાના સાનિધ્યમાં સાધુ બેટ ખાતે કરાયું છે. વડાપ્રધાન સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા રાષ્ટ્રને અર્પણ કરશે ત્યારે ભારતીય વાયુ સેના ફલાય પાસ યોજીને સમગ્ર પ્રસંગને યાદગાર બનાવી દેશે.

વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ માટેનું બટન દબાવશે તે જ ક્ષણે વાયુસેનાના વિમાનો આકાશમાં ગગનભેદી નારાઓ સાથે ભારતીય તિરંગાની પ્રતિકૃતિથી સમગ્ર આકાશને રંગબેરંગી બનાવી દેશે. ત્યારબાદ વડાપ્રધાન અહીં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. ઉપરાંત રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમી 'ધ વોલ ઓફ યુનિટી'નું પણ તેઓ લોકાર્પણ કરશે. આજ ક્ષણે ત્રણ જગુઆર ફાઈટર જેટ એકદમ નીચી કક્ષામાં ઉડીને નર્મદા ડેમ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની દિશામાં ઉડાન ભરશે.

વડાપ્રધાનના સન્માન માટે દેશભરના ૩૩ રાજ્યોના કલાકારો દ્વારા રંગારંગનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક વંદો પોતાની સાંસ્કૃતિક ધરોહર સમાન કલા-વારસાને રજૂ કરશે. સાથોસાથ, મોદી સહિતના મહાનુભાવોનું પોલીસ બ્યુગલર્સ દ્વારા વેલકમ બેન્ડથી સ્વાગત કરાશે.

આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ જે.એન. સિંહ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ હાજર રહેશે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો