રાહુલ ગાંધીએ મોદી સરકારને ગણાવી, 'સૂટ, બૂટ, જૂઠ અને લૂંટની સરકાર...'


ઇન્દૌર, તા. 30 ઓક્ટોબર 2018, મંગળવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ખરગૌનમાં એક રેલીમાં ભાજપના ચૂંટણી સુત્રોને લઇને નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આડે હાથ લેતાં કહ્યું કે, પહેલા વડાપ્રધાન મોદી નારો લગાવતા હતા કે, 'અચ્છે દિન' અને જનતા કહેતી હતી 'આવશે'. જે બાદ આ નારો 'સૂટ, બૂટની સરકારમાં' બદલી ગયો. પછી આ નારો 'સૂટ, બૂટ અને જૂઠ' બની ગયો હવે આ નારો છે 'સૂટ, બૂટ, જૂઠ અને લૂંટની સરકાર'.

આ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ઇન્દૌર કોઇ પણ મામલે મુંબઇથી ઓછું નથી. જો તમે અમેરીકા જાવ અને ભારતના ચાર-પાંચ શહેરોના નામ પુછો તો બેંગલુરુ, હૈદરબાદ, મુંબઇ અને દિલ્હી કહેશે, પરંતુ ઇન્દૌર નહી. 5 વર્ષ બાદ તમે અમેરીકા ગયા તો આ લીસ્ટમાં ઇન્દૌર પણ જોડાઇ જશે. કોંગ્રેસ આ કામ કરી દેખાડશે.

આ ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય પર પનામા પેપર્સ મામલેના પોતાના નિવેદન પર તેમણે સ્પષ્ટતા આપી હતી કે, ભાજપ ભ્રષ્ટાચારમાં એટલું છે કે, હું કન્ફ્યૂઝ થઇ ગયો હતો. મધ્યપ્રદેશના CM પનામામાં નહી પરંતુ તેમણે વ્યાપમમાં ઇ-ટેન્ડરિંગમાં ગોટાળો કર્યો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન