ભારત-ઈટાલી ટેક્નોલોજી સમિટ: ટેક્નોલોજી વગર જીવનની કલ્પના પણ મુશ્કેલ: PM મોદી

નવી દિલ્હી, તા. 30. ઓક્ટોબર 2018 મંગળવાર

ભારત ઈટાલી ટેક્નોલોજી સમિટમાં PM મોદીએ કહ્યું કે ભારતે ટેક્નોલોજીને સામાજીક ન્યાય, સશક્તિકરણ, સમાવેશ, સક્ષમ સરકારી તંત્ર અને પારદર્શિતાનું માધ્યમ બનાવ્યું છે.

PM મોદીએ કહ્યું કે ભારત હવે આઇટી સોફ્ટવેર પાવરની પોતાની ઓળખને નેકસ્ટ લેવલ પર લઈ જવા માટે આગળ વધી રહ્યું છે. અમે ભારતમાં Scientific Temperથી ટેક્નોલાજી ટેમ્પ્રામેન્ટ વિકસિત કરવા માટે ભાર આપી રહ્યા છીએ. 

PM મોદીએ કહ્યું કે જન્મ પ્રમાણપત્રથી લઈને વૃદ્ધોના પેન્શન સુધીની ઘણી સુવિધાઓ આજે ઓનલાઈન છે. 300થી વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓને ઉમંગ એપના માધ્યમથી એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. સમગ્ર દેશમાં 3 લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર્સથી ગામેગામમાં ઓનલાઈન સેવા આપવામાં આવી રહી છે.

PM મોદીએ કહ્યું કે ભારતમાં જે નવીનતા થઈ રહી છે. તેની ક્વોલિટી પર ભાર આપવામાં આવી રહ્યો છે. ભારતનો સ્પેસ પ્રોગ્રામ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેની સફળતા ઈટાલીમાં પણ અનુભવી છે. ભારત આજે ઈટાલી સહિત દુનિયાના અનેક દેશોની સેટેલાઈટ ઓછા ખર્ચે અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.

PM મોદીએ કહ્યું કે ટેક્નોલોજી વગર જીવન જીવવુ મુશ્કેલ છે. દરેકનું જીવન ટેક્નોલોજીથી જોડાયેલું છે અને ટેક્નોલોજીની ગતિ ખૂબ જ ઝડપી છે. બધા દેશો સામે ટેક્નોલોજી સાથે ચાલવાનો પડકાર છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન