કેન્દ્રનું રૃ. ૬.૨૯ લાખ કરોડનું નિરાશાજનક આર્થિક પેકેજ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮

દેશના નાણા પ્રધાન નિર્મલા સિતારમને કોરોનાની બીજી લહેરને કારણે અસરગ્રસ્ત અર્થતંત્રને વેગ આપવા માટે આરોગ્ય, એમએસએમઇ, ટુરિઝમ, નિકાસ સહિતના સેક્ટરોને મદદ કરવા માટે ૬.૨૯ લાખ કરોડ રૃપિયાના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. ટુરિઝમ સેક્ટરને વેગ આપવા માટે પ્રથમ પાંચ લાખ ટુરિસ્ટોને વિઝા ફીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

નાણા પ્રધાન અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે આ જાહેરાતો એવા સમયે કરી છે કે જ્યારે ચાલુ નાણાકીય વર્ષની શરૃઆતમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેરને કારણે સામાન્ય માનવીની સાથે અર્થતંત્ર પણ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. આ સમય દરમિયાન તબીબી સેવાઆનો અભાવ, ઓક્સિજન અને દવાઓની અછત મુખ્ય સમસ્યાઓ હતી. 

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ૧.૫ લાખ કરોડ રૃપિયા માટે વધારાની લોન આપવાની જાહેરાત કરી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સપડાય તો તેમના માટે વિશેષ બેડની વ્યવસ્થા કરવા માટે ૨૩,૨૦૦ કરોડ રૃપિયાના વધારાના ફંડની જાહેરાત કરવામાં આવી છે. 

સીતારમને કોરોના અસરગ્રસ્ત સેક્ટર માટે ૧.૧ કરોડ રૃપિયાની લોન ગેરંટી સ્કીમ અને હેલ્થ સેક્ટર માટે ૭.૯૫ ટકાના દરે ૧૦૦ કરોડ રૃપિયાની લોનની જાહેરાત કરી છે. 

ેનિર્મલા સિતારમને જાહેરાત કરી હતી કે ૧૪,૭૭૫ કરોડ રૃપિયાની વધારાની ખાતર સબસિડી આપવામાં આવશે. આ અગાઉ બજેટમાં ૮૫,૪૧૩ કરોડ રૃપિયા ખાતર સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

મફતમાં અનાજ આપવા માટે સરકાર ૯૩,૮૬૯ કરોડ રૃપિયાનો ખર્ચ કરશે. ૧૫,૦૦૦ કરોડ રૃપિયા આરોગ્ય માટે ફાળવવામાં આવશે તથા ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે ૧૯૦૪૧ કરોડ રૃપિયા ફાળવવામાં આવશે.

સીતારામનની આઠ સેક્ટરો માટે જાહેરાતો

* કોવિડ અસરગ્રસ્ત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટી સ્કીમ જાહેર કરી છે. જેમાં 50,000 કરોડ રૂપિયા હેલૃથ સેક્ટર માટે અને 60,000 કરોડ રૂપિયા અન્ય સેક્ટરો માટે જાહેર કરવામાં આવ્યા છે. 

* 1.5 લાખ કરોડ રૂપિયા ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ(ઇએલજીએસ) માટે જાહેર કરવામાં આવ્યા છે. આ સ્કીમ ગયા વર્ષે આત્મનિર્ભર પેકેજ હેઠળ શરૂ કરવામાં આવી હતી. 

* ઇએલજીએસ હેઠળ ગેરંટીની મર્યાદા 3 લાખ કરોડ રૂપિયાથી વધારી 4.5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી.

* ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટીટયુશન દ્વારા 25 લાખ રૂપિયા સુધીની લોન ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. 

* ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની(એનસીજીટીસી) હેઠળ ત્રણ વર્ષ માટે ડિફોલ્ટ રકમની 75 ટકા રકમની ગેરંટી આપવામાં આવશે. 

* ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન માટે સિતારમને 11000 રજિસ્ટર્ડ ટુરિસ્ટ ગાઇડ, ટ્રાવેલ અને ટુરિઝમ હિસ્સેદારોને નાણાકીય મદદ કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ ટુરિઝમ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત 10,700 રિજિયોનલ લેવલના ટુરિસ્ટ ગાઇડને આવરી લેવામા આવશે. આ સ્કીમ હેઠળ ટુરિઝમ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સ્ટેકહોલ્ડર્સ(ટીટીએસ)ને પણ આવરી લેવામાં આવશે. 

* પ્રથમ પાંચ લાખ ટુરિસ્ટોને મફતમાં ટુરિસ્ટ વિઝા આપવામાં આવશે. 31, માર્ચ , 2022 સુધી આૃથવા પાંચ લાખ વિઝા પૂર્ણ ન થાય આ બેમાંથી જે વહેલુ હશે ત્યાં સુધી આ સ્કીમ અમલમાં રહેશે. 

* આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે. આ સ્કીમ ગયા વર્ષે પહેલી ઓક્ટબરે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ અંદાજિત 58.50 લાખ લાર્ભાર્થાીઓ માટે 22,810 કરોજ રૂપિયા ફાળવવામાં આવશે. આ સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2021 છે. 

* પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્ત નવેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે. આ સ્કીમ હેઠળ એનએફએસએ લાભાર્થીઓને મફતમાં પાંચ કીલો અનાજ પૂરૂ પાડવામાં આવશે. 

* આ યોજના ગયા વર્શે એપ્રિલ-જૂન 2020માં શરૂ કરવામાં આવી હતી અને નવેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરને કારણે આ સ્કીમ મે, 2021માં ફરીથી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત ખર્ચ 93,869 કરોડ રૂપિયા થશે અને પીએમજીકેવાયનો કુલ ખર્ચ 2,27,841 કરોડ રૂપિયા થશે. 

* જન આરોગ્ય માટે વધારાના 23,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ રકમમાંથી આઇસીયુ બેડની સંખ્યા અને ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે. 23,200 કરોડ રૂપિયાની વધારાની રકમ આગામી વર્ષ માટે ફાળવવામાં આવશે. 

* નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશન (એનઇઆરએએમએસી)નું પુનરૂતૃથાન કરવામાં આવશે. 

* એક્સપોર્ટ ઇન્સ્યુરન્સ કવરને પ્રોત્સાહન આપવા માટે 80,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 

* દરેક ગામમાં બ્રોડબેન્ડ નેટવર્ક માટે 19,041 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારે ભારતનેટને અપગ્રેડ અને એક્સપાન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જે હેઠળ તમામ ગામો અને ગ્રામ પંચાયતોને આવરી લેવાનો ઉદ્દેશ છે. 

* લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ માટેની પીએલઆઇ સ્કીમની મુદ્દત વધારવામાં આવી. આ સ્કીમની મુદ્દત વર્ષ 2025-16 સુધી લંબાવવામાં આવી છે. આ સ્કીમ હેઠળ ચાર થી છ ટકા સુધી ઇન્સેન્ટીવ આપવામાં આવે છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો