ટ્વિટરે ભારતનાં ખોટા નકશાને હટાવ્યો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે બતાવ્યા હતા
નવી દિલ્હી, 28 જુન 2021 શુક્રવાર
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવતા ખોટા નકશાને દૂર કરી દીધો છે. જો કે, નકશાને દૂર કરવા અંગે ટ્વિટર તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
ખરેખર, ટ્વિટરના કારકિર્દી પેજ પર ટ્વિટર લાઇફ સેક્સનમાં એક વર્લ્ડ મેપ છે. અહીંથી કંપની બતાવે છે કે વિશ્વભરમાં ટ્વિટરની એક ટીમ છે. આ નકશામાં ભારત પણ છે, પરંતુ ભારતનો નકશો વિવાદિત બતાવવામાં આવ્યો હતો.
આવું પહેલીવાર નથી થયું કે જ્યારે ટ્વિટર દ્વારા ભારતના નકશાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ લદ્દાખને ભારતના ભાગ રૂપે બતાવવામાં આવ્યું ન હતું. જો કે, તે પછીથી તેને સુધારી લેવામાં આવ્યું હતું.
ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે પહેલાથી જ તણાવનું વાતાવરણ છે. સરકાર ખુલ્લેઆમ ટ્વિટર વિરોધમાં આવી ગઇ છે. આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટર પર ભારત પ્રત્યે બેવડું વલણ છે. ટ્વિટરનો ઇરાદો સારો લાગતો નથી.
Comments
Post a Comment