મન કી બાતઃ વડાપ્રધાને કહ્યું- મેં અને મારી માતાએ બંને ડોઝ લઈ લીધા, તમે પણ વેક્સિન લો


- વડાપ્રધાને દેશવાસીઓને અમૃત મહોત્સવમાં જોડાવા વિનંતી કરી 

નવી દિલ્હી, તા. 27 જૂન, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એક અલગ જ અંદાજમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, 'મોટા ભાગે 'મન કી બાત'માં તમારા પ્રશ્નોની વણઝાર જોવા મળે છે પરંતુ આ વખતે મેં વિચાર્યું કે કશુંક અલગ કરવામાં આવે. હું તમને સવાલ કરૂં.'

વડાપ્રધાન મોદીએ સવાલ કર્યો કે, ઓલમ્પિકમાં ઈન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય કોણ હતો? કઈ રમતમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધારે મેડલ જીત્યા છે? કયા ખેલાડીએ સૌથી વધારે પદક જીત્યા છે? તેમણે ટોક્યો ઓલમ્પિકના બહાને મહાન એથલીટ મિલ્ખા સિંહને યાદ કર્યા હતા. 

વડાપ્રધાને તાજેતરમાં બનેલા એક જ દિવસના સર્વાધિક વેક્સિનેશન રેકોર્ડ અંગે ચર્ચા કરી હતી તથા મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લાના એક ગ્રામીણ સાથે વાત કરીને વેક્સિનેશન અંગે સવાલ કર્યો હતો. તે વ્યક્તિએ વેક્સિન નથી લીધી તેમ જાણ્યા બાદ વડાપ્રધાને મેં અને મારી માતાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તમે પણ વેક્સિન લઈ લો તેમ કહ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, જો કોઈ એમ કહેતું હોય કે, કોરોના જતો રહ્યો છે તો એવા ભ્રમમાં ન રહેતા, તે એક બહુરૂપી બીમારી છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, કોરોનાથી બચવાના 2 રસ્તા છે. એક તો વેક્સિન લઈ આવો અને બીજું માસ્ક પહેરો, અન્ય પ્રોટોકોલનું પાલન કરો. તેમણે તમામ ગ્રામીણોને વેક્સિન લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાને જળ સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી તથા ઉત્તરાખંડના પૌડી ગઢવાલ ખાતેના શિક્ષક ભારતીની પ્રશંસા કરી તેમનામાંથી પ્રેરણા લેવા કહ્યું હતું. 

ડૉક્ટર્સ ડેના બહાને બીસી રૉયને યાદ કર્યા

વડાપ્રધાને 1 જુલાઈના રોજ ઉજવાતા ડૉક્ટર્સ ડે અંગેની ચર્ચા દરમિયાન પશ્ચિમ બંગાળા બીજા મુખ્યમંત્રી ડૉક્ટર બિધાન ચંદ્ર રૉયને યાદ કર્યા હતા. વડાપ્રધાને ડૉક્ટર્સની સેવાની પ્રશંસા કરતા કહ્યું કે, કેટલાક લોકો એવા પણ છે જે ડૉક્ટર્સની મદદ માટે પણ કામ કરી રહ્યા છે. તેમણે ગુરૂપ્રસાદ મહાપાત્રાને પણ યાદ કર્યા હતા અને કહ્યું કે, કોરોના સંક્રમણ દરમિયાન તેઓ પોતાની પરવા કર્યા વગર અનેક મોરચે લડતા રહ્યા. 

વડાપ્રધાને કહ્યું કે, આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીએ અને વેક્સિન લગાવીએ તે જ કોરોનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. 

વડાપ્રધાને આપ્યો ઈન્ડિયા ફર્સ્ટનો મંત્ર

વડાપ્રધાને ગુરૂપ્રસાદનો પત્ર વાંચ્યો હતો જે તમિલનાડુ માટે તેમના દ્વારા કહેવામાં આવેલી વાતોને લઈ તૈયાર કરવામાં આવેલી ઈ-બુક અંગેનો હતો. વડાપ્રધાને પોતાને તમિલ સંસ્કૃતિના બહુ મોટા પ્રશંસક ગણાવ્યા હતા અને ગુરૂપ્રસાદની ઈ-બુક નમો એપ પર અપલોડ કરશે તેમ કહ્યું હતું. તેમણે ઈન્ડિયા ફર્સ્ટનો મંત્ર આપ્યો હતો અને આપણા દરેક નિર્ણયનો તે આધાર હોવો જોઈએ તેમ કહ્યું હતું. વડાપ્રધાને યુવા લેખકોની પ્રશંસા કરતા કહ્યું કે, 20મી અને 21મી સદીમાં જન્મેલા યુવાનો પણ 19મી સદીના સ્વતંત્રતા સંગ્રામ અંગે જાણકારી ભેગી કરી રહ્યા છે, લખી રહ્યા છે. સાથે જ તેમણે દેશવાસીઓને અમૃત મહોત્સવમાં જોડાવા પણ વિનંતી કરી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો