ફેફસાને ઝડપથી સંક્રમિત કરે છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, 12 રાજ્યોમાં 51 કેસ નોંધાયા

નવી દિલ્હી, 27 જુન 2021 રવિવાર

દેશના ઘણા રાજ્યોમાં ડેલ્ટા પ્લસ કોરોના વાયરસ વેરિયેન્ટ જોવા મળ્યો છે. આ અંગે, નેશનલ એટવાઇઝરી ગ્રૃપ ઓફ ઇમ્યુનાઇઝેશન (એનટીએફઆઈ)નાં અધ્યક્ષ ડો. એન કે અરોરાનું કહેવું છે કે કોરોનાનાં અન્ય વેરિયેન્ટની તુલનામાં, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ઝડપથી અને સરળતાથી ફેફસામાં પહોંચે છે, પરંતુ આનો અર્થ એ નથી કે આ વેરિયેન્ટ વધુ સંક્રામક છે, કે તે ગંભીર કોરોનાનું કારણ બની શકે છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશનાં 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 51 કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. એનટીએજીઆઈના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો. એન કે અરોરાએ જણાવ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ફેફસાને  નુકસાન પહોંચાડે છે, તેવા કોઈ પુરાવા નથી.

ડો અરોરાએ કહ્યું કે જ્યારે વધુ કેસો નોંધાશે ત્યારે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની અસર અંગે સ્પષ્ટપણે જાણી શકાશે, જેમને રસીનો એક અથવા બેવડો ડોઝ મેળવ્યો છે તે તમામ લોકોમાં આ રોગ હળવો હોય છે. આપણે તેના પર નજર રાખવી પડશે, માત્ર ત્યારે જ આપણને તેના ચેપ વિશે યોગ્ય માહિતી મેળશે.

ડો. અરોરાએ વધુમાં જણાવ્યું કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં વધુ કેસો હજી પણ હાજર હોઈ શકે છે, કારણ કે આ સમય દરમિયાન દર્દીને કોરોનાનાં લક્ષણો નથી, તેથી આ વેરિએન્ટ વિશેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં દર્દીને કોવિડ 19 નાં લક્ષણો નથી પણ તેમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળી આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં સારી બાબત એ છે કે આ વેરિઅન્ટ માટે પહેલાથી જ જીનોમ સિક્વિન્સિંગ કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, જો આ વેરિએન્ટને ફેલાતો રોકવો હોય તો રસીકરણ વધુ તીવ્ર બનાવવું પડશે. જો કે, તેમણે વધુમાં ઉમેર્યું કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ત્રીજી લહેરનું કારણ બનશે, તેવું કહેવું ખૂબ જ વહેલું છે. ડો. અરોરાએ વધુમાં જણાવ્યું કે દેશમાં હજી પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને છેલ્લા આઠ-દસ દિવસથી દરરોજ 50 હજાર જેટલા કેસ આવી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, જો આપણે રસીકરણ ઝડપી બનાવીશું તો ત્રીજી લહેરની સંભાવના ઓછી થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના રસીની સાથે, માસ્ક પહેરવાનું અને બે ગજનું અંતર જાળવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો