Posts

Showing posts from February, 2026

AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!

Image
Ai Image

શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત

Image
ICC T20 World Cup 2026, New Zealand vs Sri Lanka : ટી20 વર્લ્ડકપ-2026ના સુપર-8 તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 107 રન જ બનાવી શકી હતી. કીવી ટીમ તરફથી કેપ્ટન મિશેલ સેન્ટનરે સૌથી વધુ 47 રન ફટકાર્યા હતા અને રચિન રવીન્દ્રએ 4 વિકેટ ઝડપી વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ પાકિસ્તાન માટે સેમિફાઈનલનું ગણિત અત્યંત ગૂંચવાળા જેવું બની ગયું છે, કારણ કે ન્યૂઝીલેન્ડનો રન રેટ હવે ઘણો ઊંચો થઈ ગયો છે જે પાર કરવો પાકિસ્તાન માટે અશક્ય સમાન જણાય છે. સેન્ટનર અને મેકકોન્ચીએ ન્યૂઝીલેન્ડને જીત અપાવી

ભારતીય સોલર ઈન્ડસ્ટ્રીને અમેરિકાનો મોટો ફટકો, સોલર પેનલ્સની આયાત પર 125% ડ્યુટી ઝીંકી

Image
Ai Image 

બે દેશો છાનામાના યુક્રેનને પરમાણુ હથિયાર આપવાની તૈયારીમાં, રશિયાનો વિસ્ફોટક દાવો

Image
Russia vs Ukarian War Updates :  રશિયાની ઇન્ટેલિજન્સ એજન્સીએ મંગળવારે વિસ્ફોટક દાવો કર્યો હતો કે યુકે અને ફ્રાન્સ યુક્રેનને પરમાણુ શસ્ત્રો ગુપ્ત રાહે ટ્રાન્સફર કરવાની કવાયત આદરી છે. રશિયા-યુક્રેનના યુદ્ધને ચાર વર્ષ પૂરા થયા છે ત્યારે રશિયન ફોરીન ઇન્ટેલિજન્સ  સર્વિસના રિપોર્ટમાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે. જો કે એજન્સીએ તેના દાવાના સમર્થનમાં કોઈપણ પ્રકારના પુરાવા આપ્યા નથી.  રશિયન એજન્સીએ જણાવ્યું છે કે બ્રિટન અને ફ્રાન્સને ખબર છે કે જો તેઓ આવું કંઇપણ સીધી રીતે કરે તો સીધો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થાય છે. લગભગ બધી જ અણુઅપ્રસાર સંધિનો અંત આવી જાય છે.

T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

Image
T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાનું સેમિ ફાઈનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દમદાર બેટર હેરી બ્રૂકની વિસ્ફોટ ઈનિંગના કારણે ઈંગ્લેન્ડનો બે વિકેટે વિજય થયો છે.  પાકિસ્તાની બેટર સાહિબઝાદા ફરહાનની ફિફ્ટી એડે ગઈ

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ

Image
Jharkhand Air Ambulance Crash: ઝારખંડમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર ઍમ્બ્યુલન્સ ચતરા જિલ્લામાં ક્રેશ થઈ હતી. જે બાદ વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે.  રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. જે બાદ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું.

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર્યું

Image
President Unveils Rajagopalachari Statue at Rashtrapati Bhavan : રાષ્ટ્રપતિ ભવનમાં એક ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભવનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રતિમા બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમાના સ્થાને સ્થાપિત કરાઈ છે.  ગુલામીની માનસિકતામાંથી મુક્તિ કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ પગલું દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અપાવવાના વ્યાપક અભિયાનનો એક મહત્વનો હિસ્સો છે.

બંગાળના રાજકારણના 'ચાણક્ય' અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી

Image
Mukul Roy Died : પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી 'ચાણક્ય' તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન શક્તિના જોરે બંગાળની સત્તાના સમીકરણો બદલવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા. તૃણમૂલ કોંગ્રેસના સ્થાપકોમાં હતા સામેલ  તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સ્થાપક સભ્યોમાંના એક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.

અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ... ભારતને આ 5 ભૂલો ભારે પડી, ગુમાવી સુપર-8ની પ્રથમ મેચ

Image
ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર-8 મેચમાં ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 188 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 76 રને મેચ ગુમાવી હતી. આ સાથે ભારતે સુપર-8માં પોતાની ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. આ હાર સાથે ભારતનું નેટ રન રેટ પણ બગડ્યું છે, જે સેમીફાઈનલની આશા માટે મોટો ફટકો સામાન છે. આ પરાજય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ રહ્યા છે.

યુક્રેને રશિયામાં 1400 કિલોમીટર અંદર ઘૂસીને ICBM મિસાઈલ પ્લાન્ટ પર ભીષણ હુમલો કર્યો

Image
Russia vs Ukrain War Updates : યુક્રેનના ડ્રોને રશિયાના ઉદમૂર્ત ગણરાજ્યમાં એક ઔદ્યોગિક સ્થળને નિશાન બનાવ્યું હતું. સ્થાનિક સ્વાસ્થ્ય મંત્રી સર્ગેઈ બાગિનના જણાવ્યા મુજબ આ હુમલામાં 11 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી ત્રણને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યુક્રેનનો આ હુમલો રશિયાના અંતરિયાળ વિસ્તારમાં ગંભીર સુરક્ષા પડકાર બની ગયો છે. રશિયાના રિજનલ પ્રમુખ એલેક્ઝાન્ડર બ્રેચાલોવે ટેલીગ્રામ પોસ્ટમાં આ હુમલાની પુષ્ટી કરી અને કહ્યું કે, ડ્રોન હુમલાથી સંબંધિત સ્થળને ભારે નુકસાન થયું છે. જોકે, તેમણે આ ઔદ્યોગિક સ્થળનું નામ જણાવ્યું નહોતું.

BIG BREAKING: ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, ગ્લોબલ ટેરિફ 10% થી વધારી 15% કર્યો

Image
Trump Tariff: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટ્રેડને લઈ મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે અમેરિકા તાત્કાલિક પ્રભાવથી દુનિયાભરના દેશો પર લાગુ થયેલા 10 ટકા ટેરિફને વધારીને 15 ટકા કરવા જઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ઘણા દેશો દશકોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ પહેલા ટ્રમ્પે શુક્રવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ દેશો પર 10% ટેરિફ લગાવવાની વાત કહી હતી.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ભારતનો વિકાસ થશે પરંતુ બેરોજગારી વધશે, IMFના વડાની ચેતવણી

Image
AI Summit and IMF Chief News :  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી દુનિયામાં નવા યુગની શરૂઆત થશે અને વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળશે. ભારત એઆઈની મદદથી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકશે, પરંતુ એઆઈથી ભારતમાં લાખો નોકરીઓ પર સંકટ ઊભું થશે. પ્રત્યેક ૧૦માંથી ચાર નોકરી જવાનું જોખમ રહેશે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં ચીફ ક્રિસ્ટલિના જોર્જીવાએ ઈન્ડિયા એઆઈ સમિટમાં જણાવ્યું હતું. બીજીબાજુ ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું કે, રોબોટ જેવા કેટલાક ક્ષેત્રોમાં ચીન ઘણું આગળ છે, પરંતુ એઆઈમાં ભારતનો વિકાસ શાનદાર રહ્યો છે. એઆઈની લોકતાંત્રિક આવૃત્તિની શક્ય છે, જેનાથી આર્થિક શક્તિનું વિકેન્દ્રીકરણ થઈ શકે છે.

US સુપ્રીમ કોર્ટ સાથેના વિવાદમાં PM મોદી અને ભારત-અમેરિકા ડીલનો ઉલ્લેખ, જાણો શું બોલ્યા ટ્રમ્પ

Image
Donald Trump On PM Modi And India-US Trade Deal : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ‘ટ્રમ્પ ટેરિફ’ને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપ્યા બાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ખૂબ નારાજ થયા છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરાશાન ગણાવવાની સાથે જજોની પણ આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ટેરિફનો વિરોધ કરનારા જજોની ઝાટકણી કાઢી છે, તો તરફેણ કરનારા જજોનો આભાર માન્યો છે. ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શું કહ્યું? સુપ્રીમ કોર્ટે ટેરિફ વિરુદ્ધનો ચુકાદો આપ્યાના થોડા સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) વ્હાઈટ હાઉસમાં તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પ ભડક્યા, વધુ ટેરિફ ઝિંકવાની ધમકી આપી, જજોની પણ ટીકા કરી

Image
Donald Trump vs US Supreme Court On Global Tariff : અમેરિકાની સુપ્રીમ કોર્ટે આજે (20 ફેબ્રુઆરી) વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ગણાવતો પ્રમુખ ટ્રમ્પ ખુબ નારાજ થયા છે. તેમણે ચુકાદાનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટ અને જજોની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, તેમને આવા ચુકાદની આશા ન હતી, તેમની પાસે હજુ અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગયું છે, તેથી અમે વધુ 10 ટકા ટેરિફ ઝિંકીશું.

ઈરાન પર હુમલા માટે તૈયાર ટ્રમ્પને મોટો ઝટકો, બ્રિટને એરબેઝ આપવાનો કર્યો ઇનકાર

Image
USA and UK News : ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. બ્રિટનનો કડક નિર્ણય બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને ખાસ કરીને ગ્લોસ્ટરશાયર સ્થિત 'રોયલ એર ફોર્સ બેઝ ફેરફોર્ડ' અને હિંદ મહાસાગરમાં આવેલા અત્યંત વ્યૂહાત્મક 'ડિયેગો ગાર્સિયા' સૈન્ય મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે.

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો

Image
India, America, Russia, Saudi Arabia Crude Oil Trade : ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદના કારણે સાઉદી અરેબિયાને મોટો ફાયદો થયો છે, જ્યારે તેલ ખરીદી મામલે રશિયાને મોટો ઝટકો પડ્યો છે. ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં તેલ ખરીદતું હોવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈને ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંકી દીધો હતો. આ કારણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ શરૂ થયો હતો અને બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પણ અટલી ગઈ હતી. જોકે ટ્રમ્પે બીજી ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે, ભારત-અમેરિકા એક વેપાર સમજૂતી પર રાજી થઈ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે, ડીલ મુજબ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે. આ ડીલના બદલે ભારત પરનો 25 ટકા ટેરિફ હટાવી દેવાયો છે.

AI ટેક્નોલોજી બેધારી તલવાર સમાન છે, તેનો દુરુપયોગ માનવતા માટે ખતરો બનશે : ડેમિસ

Image
AI Threat News : દેશની રાજધાનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે તેમા ગૂગલના ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હસાબિસે એઆઈ ટેકનોલોજીને બેધારી તલવાર ગણાવી હતી. તેનો સૂદુપયોગ માનવજાત માટે જ્ઞાનની ક્રાંતિ લાવશે અને દૂરુપયોગ માનવજાતને મોટી હાનિ પહોંચાડશે. વર્તમાન દાયકાના અંત સુધીમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) હકીકત બનશે તેમ કહ્યુ હતું.  તેમણે જણાવ્યું હતું કે માનવ જગત આજે નવી જ ટેકનોલોજીકલ ક્રાંતિના આરે આવીને ઊભું છે. આજે માનવીઓ પાસે એકદમ સ્વતંત્ર, રચનાત્મક જનરલ ઇન્ટેલિજન્સ ધરાવતા ટૂલ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે.

‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ

Image
India US Trade Deal : ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડૉલર (લગભગ 41 લાખ કરોડ રૂપિયા)નો માલસામાન ખરીદશે. આ મહાસોદાની બ્લુપ્રિન્ટ પર માર્ચમાં મહોર વાગવાની સંભાવના છે. આ ડીલમાં સૌથી વધુ ઊર્જા, હાઈ-ટેક ઉપકરણ અને એવિએશન સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.  ક્રૂડ તેલ અને કોલસાની ખરીદીના સ્રોતો વધારવા જરૂરી મુંબઈમાં એક કાર્યક્રમમાં પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, ભારત ઊર્જાની જરૂરીયાત પૂરી કરવા માટે થોડા દેશો પર નિર્ભર રહેવા માંગતું નથી.

સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ

Image
Direct Tax News  : દેશના દરેક નાગરિક પર દર વર્ષે સરેરાશ 51000 રૂપિયાનો ટેક્સ બોજ આવી રહ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે, આ મામલો વિપક્ષના સાંસદ દ્વારા લોકસભામાં ઉઠાવાયો હતો, જેનો હવે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. જેના સરકાર દ્વારા કેટલાક આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.   શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે ગત સપ્તાહે રાજ્યસભામાં પૂછ્યું હતું કે શું 2024-25માં કેન્દ્ર અને રાજ્યોની કુલ ટેક્સ રેવન્યૂની વસતી પ્રમાણે ગણતરી કરીએ તો પ્રતિ નાગરિક ટેક્સનો બોજ આશરે 51000 રૂપિયા નીકળે છે? સાથે જ તેમણે પૂછ્યું હતું કે શું આ બોજ મોટાભાગે જીએસટી, પેટ્રોલિયમ લેવી, સેસ અને સરચાર્જ જેવા ઇનડાયરેક્ટ ટેક્સથી આવી રહ્યો છે જે કોઇ વ્યક્તિની ઇનકમને ધ્યાનમાં રાખ્યા વગર તમામ નાગરિકોને બરાબર લાગુ થતો હોય છે?  જવાબમાં નાણાકીય વર્ષ 2020-21થી 2024-25ના આંકડા સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.

BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે

Image
France India 21 Deals List: ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન ફેબ્રુઆરી 17 થી 19 દરમિયાન ભારત મુલાકાતે છે, જેનો પ્રારંભ આજે મુંબઈથી થયો હતો. મહારાષ્ટ્ર લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ મેક્રોન વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના 21 મહત્વના કરારો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જેની જાહેરાત બંને નેતાઓએ એક સંયુક્ત પ્રેસ વાર્તા સંબોધીને કરી હતી. બાદમાં બંને નેતાઓએ મુંબઈમાં India-France Innovation Forumમાં ભાગ લીધો હતો.

ટી20 વર્લ્ડકપમાં મોટા ઉલટફેર! ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન પર લટકતી તલવાર, આ 3 ટીમો થઈ બહાર

Image
T20 World Cup : આ વર્ષે ક્રિકેટ ટી20 વર્લ્ડકપમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ ગઇકાલે વધુ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ આ ટીમ પર હવે ટુર્નામેન્ટથી બહાર થવાનો ખતરો વધી ગયો છે. જો હવે મંગળવારે ઝિમ્બાબ્વે આયર્લેન્ડને મ્હાત આપે તો ઑસ્ટ્રેલિયાની સફર અહીં જ પૂર્ણ થઈ જશે. જો ઝિમ્બાબ્વે આગામી બે મેચ હારે તો જ ઑસ્ટ્રેલિયા આગળ જઈ શકશે. 

લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકો? સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, યુવાનોને આપી સલાહ

Image
Supreme Court On Pre-marital Relations : સુપ્રીમ કોર્ટે સોમવારે લગ્ન પહેલાના શારીરિક સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દુષ્કર્મ અને લગ્નના વચન સાથે જોડાયેલા એક કેસમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી છે. શું હતો મામલો ? ન્યાયાધીશ બી.વી.

PM મોદી બાંગ્લાદેશ નહીં જાય, તારિક રહેમાનના શપથ સમારોહમાં ઓમ બિરલા હાજર રહેશે

Image
India Bangladesh News : તારિક રહેમાનના શપથવિધિ સમારોહ સમયે ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશે આમંત્રણ પાઠવ્યું હતું. જો કે તેમના બદલે ભારતનું પ્રતિનિધિત્વ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કરશે. તા. 17મી ફેબ્રુઆરીએ યોજાનાર આ સમારંભ સમયે ઉપસ્થિત રહેવા, ભારત ઉપરાંત, ચાયના, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરેબિયા, યુ.એ.ઈ.

રશિયા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા ! યુરોપના દેશોને યુદ્ધ માટે તૈયાર રહેવા બ્રિટનના PMની ચેતવણી

Image
UK PM Keir Starmer Warns Europe : બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં વિશ્વભરના નેતાઓને સંબોધન કરીને ગંભીર ચેતવણી આપી છે. તેમનુ માનવું છે કે, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે, તેથી યુરોપના દેશોએ રશિયાના આક્રમકથી બચવા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું છે કે, રશિયાના સંભવિત યુદ્ધને ધ્યાને રાખીને યુરોપીય દેશોએ પોતાની સુરક્ષા ક્ષમતાઓને મજબુત કરવી જોઈએ અને પોતાના લોકોની રક્ષા માટે તૈયાર રહેવું જોઈએ. ‘રશિયાના આક્રમણને રોકવા યુરોપના દેશો તૈયાર રહે’ તેમણે કહ્યું કે, ‘યુરોપે સુરક્ષા અને પોતાના દેશની પ્રતિબદ્ધતાઓ મામલે આત્મનિર્ભર રહેવું જોઈએ.

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહાર

Image
Rahul Gandhi On India-US Trade Deal : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારત-અમેરિકા વેપાર સમજૂતી મામલે મોદી સરકાર પર ફરી આકરા પ્રહારો કર્યા છે. તાજેતરમાં અમેરિકાએ ભારત સાથે વેપાર સમજૂતી કરીને ટેરિફમાં મોટી રાહત આપી હતી, ત્યારબાદ આ ડીલને લઈને રાહુલે મોદી સરકારને ખેડૂત વિરોધી ગણાવ્યા બાદ ગઈકાલે ખેડૂત નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આજે તેમણે વધુ એક વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, ભારત-અમેરિકાની ડીલથી ટેક્સટાઈટ ઉદ્યોગ સંપૂર્ણ ખતમ થઈ જશે. ટ્રેડ ડીલથી ખેડૂતો-ટેક્સટાઈલ ઉદ્યોગને નુકસાન : રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ સોશિલ મીડિયા એકાઉન્ટ એક્સ પર વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર દેશને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ‘ભારત-અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી કપાસ પકવતા ખેડૂતો અને ટેક્સટાઈલ ઉદ્યોગને માટે નુકસાનકારક સાબિત થશે.

ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે

Image
Donald Trump Threat Iran  : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જો એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-2 હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું હતું.  ટ્રમ્પે કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે. 

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ

Image
DGCA Fine Air India : એવિએશન કંપની એર ઈન્ડિયાએ ગંબીર બેદરકારી કરીને મુસાફરોના જીવ જોખમમાં નાખતી ભુલ કરી છે. એરલાઈન્સે ARC વગર ચાર રાજ્યોમાં કુલ આઠ વખત ફ્લાઈટોનું સંચાલન કર્યું છે. ત્યારે ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCAએ આ મામલાને ગંભીરતાથી લીધો અને એર ઈન્ડિયાને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટનું સંચાલન કર્યું રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ 24 અને 25 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં આઠ વખત ફ્લાઈટ ઉડાવી હતી.

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન

Image
Shankaracharya Avimukteshwaranand Controversy : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિવાદ મામલે ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દર વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે અને કોઈપણ પીઠના આચાર્ય રૂપે જઈને વાતાવરણ ખરાબ ન કરી શકે. તમામે મર્યાદાનું પાલન કરવું પડશે. જો તેઓ શંકરાચાર્ય હતા તો વારાણસીમાં લાઠીચાર્જ કેમ કરાયો હતો અને FIR કેસ નોંધાઈ હતી. નૈતિકતાની વાતો કરનારાઓએ પહેલા પોતાના આચરણ પર ધ્યાન આપવું જોઈએ.

વાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોબ બેટિંગ! ટી20 વર્લ્ડકપમાં ઈટાલીનો 10 વિકેટે પ્રથમ ઐતિહાસિક વિજય

Image
T20 World Cup 2026, Nepal vs Italy : ટી20 વર્લ્ડકપમાં આજે નેપાલ સામે ઈટાલીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. બે ભાઈઓની તાબડતોબ બેટિંગના કારણે ઈટાલીએ પ્રથમવાર જીત જોઈ છે. આજની મેચમાં નેપાળની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 123 નોંધાવ્યા હતા, જેની સામે ઈટાલીની વિના વિકેટે 124 રન નોંધાવી ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં ઈટાલીએ પહેલીવાર જીત નોંધાવી છે. ટી20 વર્લ્ડકપમાં ઈટાલીની પ્રથમ જીત

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે

Image
Trade Union Strike News  : સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળની જાહેરાતને પગલેે ઇલેક્ટ્રિસિટી, બેકિંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડશે.  12 ફેબ્રુઆરીની હડતાળમાં વિવિધ સેકટરના 30 કરોડ કર્મચારીઓ ભાગ લે તેવી શક્યતા છે તેમ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમે દાવો કર્યો છે.  ઉલ્લેખનીય છે કે ટ્રેડ યુનિયનનાં એક જૂથે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી, દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓનાં વિરોધમાં 9 જાન્યુઆરી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. 

દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો

Image
Supreme Court News : દેશમાં તાજેતરમાં બાળકોના ગૂમ થવાની ઘટનાઓ વધી રહી છે, ગૂમ થતા બાળકોની આ ઘટનાઓ પાછળ કોઇ દેશવ્યાપી નેટવર્ક છે કે કેમ તેની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમે કેન્દ્રને કહ્યું છે કે આ દેશવ્યાપી નેટવર્ક છે કે પછી માત્ર રાજ્યો પુરતા મામલા છે તેની ચકાસણી કરીને વિગતવાર રિપોર્ટ રજુ કરવામાં આવે. કેટલાક બાળકો અને ક્યાંથી ગૂમ થયા કે અપહરણ કરાયું તેના છેલ્લા છ વર્ષના ડેટા એકઠા કરવામાં આવે.    બાળકોના ગુમ થવાના વધી રહેલા કેસોને લઇને એક સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બી વી નાગરત્ના, ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી ડેટા માગવામાં આવ્યા હતા.

પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સંસદમાં પોતાના જ દેશની ફજેતી કરી, અમેરિકા પર કર્યો ગંભીર આક્ષેપ

Image
Pakistan Defense Minister Khawaja Asif On Afghanistan-America War : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશની ફજેતી કરીને અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે નેશનલ એસેમ્બલીમાં તાલિબાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે અફઘાનિસ્તાનમાં બે યુદ્ધો થયા ત્યારે પાકિસ્તાને ઈસ્લામની રક્ષા કરવા માટે યુદ્ધમાં ભાગ લીધો ન હતો. તેમણે પાકિસ્તાની કરતૂતનો ભાંડો ફોડ્યો છે અને કહ્યું છે કે, અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાને પોતાના જ લોકોને જેહાદના નામે મોતના મુખમાં ધકેલી દીધા હતા, તેમ છતાં પાકિસ્તાને કંઈ શીખ્યું નહીં. અમેરિકાએ અમારો ટૉયલેટ પેપરની જેમ ઉપયોગ કરીને ફેંકી દીધા : પાક. સંરક્ષણ મંત્રી

ભારત આવવાની ના પાડી છતાં બાંગ્લાદેશ પર ICC મહેરબાન: કોઈ દંડ નહીં થાય, ખાસ ઈનામ પણ આપ્યું

Image
ICC Takes No Action Against Bangladesh Over T20 World Cup Boycott Row : ભારતમાં રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવા મામલે ICCએ બાંગ્લાદેશને માફી આપી છે. બાંગ્લાદેશ જીદ કરી રહ્યું હતું કે તેમની ટીમના ખેલાડી મેચ રમવા માટે ભારત નહીં આવે, કારણ કે તેમની સુરક્ષાને ખતરો છે. જે બાદ ICCએ બાંગલાદેશને બદલે સ્કોટલેન્ડની ટીમને ટુર્નામેન્ટમાં સામેલ કરી. જે બાદથી જ અટકળો લાગી રહી હતી કે ICC બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરી શકે છે.  બાંગ્લાદેશને ICCએ મોટું ઈનામ આપ્યું 

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ

Image
India-Russia Oil Trade : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ટેરિફ ઘટાડવા બદલ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઘટાડવા સંમત થયું છે. ત્યારે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદશે કે નહીં? તે અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જવાબ આપ્યો છે. વધુમાં વધુ સ્રોત જાળવવા રાખવા ભારતની રણનીતિ : વિદેશ સચિવ ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવા મામલે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે (9 ફેબ્રુઆરી) કહ્યું છે કે, અમે રાષ્ટ્રના હિતને ધ્યાને રાખીને ઊર્જા ખરીદી માટેના સ્રોતો પર નિર્ણય લઈશું.

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત

Image
AI Image 

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહીયાળ હુમલો, મેડિકલ હોસ્ટેલમાં ચાકુબાજી, 4 ઘાયલ

Image
Screengrab  From X 

ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી 'સ્કેમર ગેંગ'નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ જપ્ત

Image
Ahmedabad Online Shopping Scam: ઓનલાઇન શોપિંગના વધતા છેતરપિંડીના બનાવો પણ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. 20.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ટ્રમ્પની સૌથી ખતરનાક ગુનેગારોની યાદીમાં ભારતીય મૂળના 89 નાગરિકોનો સમાવેશ

Image
- આ માત્ર સ્નેપશોટ છે, અસલી ડેટાબેઝ તો ઘણો મોટો છે : ટ્રમ્પ સરકાર - ગેરકાયદે ઘૂસણખોરી કરીને હત્યા, જાતીય સતામણી, ડ્રગ્સની હેરાફેરી જેવા ગુના કરનારા વિદેશી નાગરિકોના ફોટા સાથે વિગતો જાહેર થઈ Donald Trump and Indian : અમેરિકામાં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ગેરકાયદે ઘૂસણખોરી કરતાં વિદેશી નાગરિકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ દરમિયાન 25 મજારથી વધારે વિદેશી નાગરિકોની ધરપકડ થઈ છે. આ વિદેશી નાગરિકો સામે હત્યા, ડ્રગ્સની હેરાફેરી, ધાક-ધમકી, મારપીટ, રેપ જેવા ગંભીર ગુનાઓ પણ દાખલ થયા છે. આ અંગેની જાણકારી અમેરિકાના ગૃહ મંત્રાલયે આપી છે.

'બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત', ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ્યા

Image
India MEA Statement: પાકિસ્તાનના ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારના ઇમામબર્ગમાં આજે(6 ફેબ્રુઆરી, 2026) શિયા મસ્જિદની બહાર થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થઈ ગયા છે અને 170થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આ બ્લાસ્ટનો આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. જોકે, હુમલો થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના ભારત અને અફઘાનિસ્તાન પર આરોપ લગાવ્યો છે. ત્યારે હવે આ મામલે ભારતે પાકિસ્તાનના આરોપ ફગાવતા સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ભારતે પાકિસ્તાનના આરોપો ફગાવ્યા

ઈરાની સેનાની મોટી કાર્યવાહી, ફારસની ખાડીમાંથી બે જહાજો જપ્ત કર્યા, 15ની અટકાયત

Image
Iran Seizes Tanker : અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ નેવીએ ફારસની ખાડીમાં મોટી કાર્યવાહી કરી છે. ઈરાની સરકારી ટેલિવિઝના રિપોર્ટ મુજબ, નેવીએ ઈંધણની તસ્કરીના આરોપ હેઠળ ખાડીમાં જહાજો પર કાર્યવાહી કરી બે વિદેશી ઓઈલ ટેન્કરોને રવિવારે જપ્ત કર્યા છે. જોકે, આ જહાજો કયા દેશના છે અથવા તેના પર કયા દેશનો ધ્વજ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટેન્કરમાં 10 લાખ લીટર ગેરકાયદે ઈંધણ

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં

Image
Ahmedabad Sanand News : અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે.  મહત્ત્વનું છે કે, પોલીસ આ રેડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે

Image
India-US Trade Deal 2026 : ભારત-અમેરિકા વચ્ચે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ અભૂતપૂર્વ વેપાર કરાર થયો. લાંબા સમયથી ચાલતા ટેરિફ વિવાદો અને પ્રતિબંધો પછી, આ કરારને વેપાર તણાવ ઘટાડનારો અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરનાર સોદા તરીકે જોવામાં આવે છે. કરાર હેઠળ ભારત અને અમેરિકા બંનેએ પોતાના-પોતાના બજારો વધુ ખુલ્લા કરવાનો માર્ગ પસંદ કર્યો છે. જોકે સંવેદનશીલ ક્ષેત્રોમાં સાવચેતી જાળવી રાખવામાં આવી છે. ચાલો જાણીએ કે આ કરારથી ભારતને કેટલો અને કેવો ફાયદો થશે, અને એની અસર ભારતના ખેડૂતો પર કેવી પડશે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે નારાજગી: ખેડૂતોએ કહ્યું- 'સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકવી દીધા'

Image
India-US Trade Deal Controversy: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સમજૂતી (Trade Deal) બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને સરકાર અર્થતંત્ર માટે 'ગેમ-ચેન્જર' ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠનોએ તેને ખેતી અને ડેરી સેક્ટર માટે વિનાશક ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ: 'અમેરિકન સામ્રાજ્યવાદ સામે ઝૂકી સરકાર' 2020-21ના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આ સોદાની આકરી ટીકા કરી છે. સંગઠનનો દાવો છે કે અમેરિકન વસ્તુઓ પર ઝીરો ટકા આયાત ડ્યુટીની મંજૂરી આપીને સરકારે સ્થાનિક ખેડૂતોના હિતોને જોખમમાં મૂક્યા છે.

ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ

Image
Today Gold and Silver Rates : સ્થાનિક અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 32,000થી વધુનો વધારો થયો છે. ચાંદીમાં રૂ.

અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટી 18 ટકા ટેરિફ, સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર શૂન્ય થશે

Image
President Trump and PM Modi:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પરનો રેસીપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ PM મોદીએ પણ પોસ્ટ શેર કરી આભાર માન્યો હતો.  રશિયા-યુક્રેન યુદ્ધ અને તેલનો મુદ્દો ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે.

પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ નહીં રમે, શાહબાઝ સરકારનો મોટો નિર્ણય

Image
T20 World Cup 2026 Pakistan Controversy : ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાન ટુર્નામેન્ટમાં રમશે, પણ ભારત સામે નહીં રમે પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય.