ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે નારાજગી: ખેડૂતોએ કહ્યું- 'સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકવી દીધા'

India-US Trade Deal Controversy: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સમજૂતી (Trade Deal) બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને સરકાર અર્થતંત્ર માટે 'ગેમ-ચેન્જર' ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠનોએ તેને ખેતી અને ડેરી સેક્ટર માટે વિનાશક ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે.
ખેડૂત સંગઠનોનો આક્ષેપ: 'અમેરિકન સામ્રાજ્યવાદ સામે ઝૂકી સરકાર'
2020-21ના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આ સોદાની આકરી ટીકા કરી છે. સંગઠનનો દાવો છે કે અમેરિકન વસ્તુઓ પર ઝીરો ટકા આયાત ડ્યુટીની મંજૂરી આપીને સરકારે સ્થાનિક ખેડૂતોના હિતોને જોખમમાં મૂક્યા છે.
Comments
Post a Comment