ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી 'સ્કેમર ગેંગ'નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad Online Shopping Scam: ઓનલાઇન શોપિંગના વધતા છેતરપિંડીના બનાવો પણ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. 20.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Comments
Post a Comment