બે દેશો છાનામાના યુક્રેનને પરમાણુ હથિયાર આપવાની તૈયારીમાં, રશિયાનો વિસ્ફોટક દાવો

Russia vs Ukarian War Updates : રશિયાની ઇન્ટેલિજન્સ એજન્સીએ મંગળવારે વિસ્ફોટક દાવો કર્યો હતો કે યુકે અને ફ્રાન્સ યુક્રેનને પરમાણુ શસ્ત્રો ગુપ્ત રાહે ટ્રાન્સફર કરવાની કવાયત આદરી છે. રશિયા-યુક્રેનના યુદ્ધને ચાર વર્ષ પૂરા થયા છે ત્યારે રશિયન ફોરીન ઇન્ટેલિજન્સ સર્વિસના રિપોર્ટમાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે. જો કે એજન્સીએ તેના દાવાના સમર્થનમાં કોઈપણ પ્રકારના પુરાવા આપ્યા નથી.
રશિયન એજન્સીએ જણાવ્યું છે કે બ્રિટન અને ફ્રાન્સને ખબર છે કે જો તેઓ આવું કંઇપણ સીધી રીતે કરે તો સીધો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થાય છે. લગભગ બધી જ અણુઅપ્રસાર સંધિનો અંત આવી જાય છે.
Comments
Post a Comment