ઈરાન પર હુમલા માટે તૈયાર ટ્રમ્પને મોટો ઝટકો, બ્રિટને એરબેઝ આપવાનો કર્યો ઇનકાર


USA and UK News : ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે.

બ્રિટનનો કડક નિર્ણય

બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને ખાસ કરીને ગ્લોસ્ટરશાયર સ્થિત 'રોયલ એર ફોર્સ બેઝ ફેરફોર્ડ' અને હિંદ મહાસાગરમાં આવેલા અત્યંત વ્યૂહાત્મક 'ડિયેગો ગાર્સિયા' સૈન્ય મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો