image : Twitter આસામમાં પૂરની સ્થિતિ વિકટ થઈ ચૂકી છે. રાજ્યના વિવિધ ભાગોમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા સહિત અન્ય કેટલીક નદીઓ વિવિધ સ્થળોએ ચેતવણીના સ્તરથી ઉપર વહી રહી હોવાની માહિતી અપાઈ હતી. #WATCH | Guwahati, Assam: Rise in water level witnessed in Brahmaputra River following incessant rain. pic.twitter.com/vnTj2WR6Qh — ANI (@ANI) June 18, 2023 10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત થયા રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ મુજબ, શનિવાર સુધીમાં રાજ્યના 10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત થયા હતા. #WATCH | Lakhimpur | Flood situation in Assam remains grim. Water levels rise following incessant rains (17.06) pic.twitter.com/fu87f7f6cX — ANI (@ANI) June 18, 2023 ગુવાહાટીમાં ભૂસ્ખલનથી એકનું મોત ગુવાહાટીમાં ભૂસ્ખલનથી એક વ્યક્તિનું મોત થયું હતું. જો કે હજુ સુધી પૂરના પાણીને કારણે કોઈના મોતની કોઈ માહિતી નથી. રાજ્...