આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવી દિલ્હી, 19 જુન 2021 શનિવાર

આસામમાં બેથી વધુ બાળકોનાં માતા-પિતાને સરકારી યોજનાઓનાં લાભથી બાકાત રાખી શકાય છે, મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સરમાએ શનિવારે કહ્યું કે આસામ સરકાર રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે તબક્કાવાર રીતે બે બાળકોની નિતી અમલી કરશે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં તો હાલ આ શક્ય નથી, પરંતું રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો અમલ કરાશે.

સરમાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સની પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નિતી આસામની તમામ યોજનાઓમાં તરત અમલી નહીં થાય, કેમ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, તેમણે કહ્યું કે કેટલીક યોજનાઓ છે, જેમાં બે બાળકોની નિતીનો અમલ નથી કરી શકતા, જેવી કે સ્કુલો અને કોલેજો દ્વારા મફત શિક્ષણ અથવા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મળતા મકાનો, પરંતુ કેટલીક યોજનાઓમાં જેવી કે રાજ્ય સરકાર આવાસ યોજનાઓનો અમલ કરે છે તો બે બાળકોનાં નિયમનો અમલ કરી શકાય છે, ધીરી-ધીરે આગળ વધીને રાજ્ય સરકાર તેને પ્રત્યેક યોજનાઓમાં તે અમલી કરશે.

જો કે સરમાનાં આ નિર્ણયની વિપક્ષોએ ટીકા કરી, કેમ કે સરમા પાંચ ભાઇઓનાં પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમણે કહ્યું કે 1970 નાં દાયકામાં અમારા માતા-પિતા અને બીજા લોકોએ શું કર્યું તે બાબતમાં કોઇ તર્ક નહીં, અને વિપક્ષની આ વાતો આપણને 70માં દાયકામાં લઇ જનારી છે.    

આ પુર્વે પણ સરમાએ લઘુમતી સમુદાયને ગરીબી ઘટાડવા માટે વસ્તી નિયંત્રિત કરવા અંગે શાલીન પરિવાર નિયોજનની નિતી અપનાવવાનો આગ્રહ કર્યો હતો, તેમણે મોટા પરિવાર માટે પ્રવાસી મુસ્લિમોને દોષિત ઠરાવ્યા હતાં, જે અંગે ખુબ વિરોધ થયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો