સંદેશખલીમાં શાહજહાં શેખની અંતે ૫૫ દિવસે ધરપકડ, ગુનો કબૂલ્યાનો દાવો
- પ.બંગાળના સંદેશખલીમાં શોષિત મહિલાઓએ ઊજવણી કરી - શાહજહાંને 10 દિવસની પોલીસ કસ્ટડી, સીબીઆઈ-એસઆઈટીને કેસ સોંપવા અંગે સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી કોલકાતા : પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર હુમલા અને સંદેશખલીમાં મહિલાઓના શોષણ તથા આદિવાસીઓની જમીન પચાવી પાડવાના માસ્ટરમાઈન્ડ શાહજહાં શેખની અંતે ૫૫ દિવસ પછી ધરપકડ કરાઈ છે. કલકત્તા હાઈકોર્ટના આકરા વલણ પછી બંગાળ પોલીસે આખરે ગુરુવારે સવારે ઉત્તર ૨૪ પરગણાંમાંથી શાહજહાં શેખની ધરપકડ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસે શાહજહાંની પક્ષમાંથી ૬ વર્ષ માટે હકાલપટ્ટી કરી હતી. તેની ધરપકડના સમાચારની સંદેશખલીમાં મહિલાઓએ ઊજવણી કરી હતી. રાશન કૌભાંડમાં સંડોવણીના કેસની તપાસ કરવા આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ પર હુમલાના માસ્ટરમાઈન્ડ અને તૃણમૂલ નેતા શાહજહાં શેખ અને તેના સાથી અમીર અલી ગાઝીની ગુરુવારે ધરપકડ કરી હતી. ત્યાર પછી તેને બશીરહાટ કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેને ૧૦ દિવસની પોલીસ અટકાયતમાં મોકલી દીધો છે. પોલીસે શાહજહાં શેખના સાથી અમીર અલીની ઓડિશાના રાઉરકેલાથી ધરપકડ કરી હતી. તેના પર છેલ્લા કેટલાક દિવસોમાં સંદેશખલીની ...