કેજરીવાલની ભવિષ્યવાણીમાં જોવા મળી 'I.N.D.I.A' ગઠબંધનની હાર! એવું શું બોલી ગયા દિલ્હી CM
CM Arvind Kejriwal Statement : લોકસભા ચૂંટણી નજીક છે અને ચૂંટણી પંચે કેટલાક દિવસોમાં તેમની સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડશે. આ પહેલા રાજકીય પક્ષ પોતપોતાના વિસ્તારને મજબુત કરી રહ્યા છે તો બીજી તરફ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. અરવિંદ કેજરીવાલે વિશ્વાસ મત દરમિયાન સંબોધનમાં કંઈક એવી વાત કરી જે 2024ની લોકસભા ચૂંટણીમાં 'I.N.D.I.A' ગઠબંધનની હારનો સંકેત આપી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે 'માત્ર આમ આદમી પાર્ટી જ ભાજપને રોકી શકે છે. તેમણે કહ્યું કે, ભાજપ માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર છે. જો ભાજપ કોઈથી ડરે છે તો તે માત્ર આપ જ છે. જો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ નહીં હારે તો પછી 2029ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભારતને ભાજપ મુક્ત કરી દેશે.'
અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે વિધાનસભામાં પોતાના ભાષણ દરમિયાન ભાજપ નેતાઓ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે એક સવાલ ઉઠાવ્યો છે કે શું 'I.N.D.I.A' ગઠબંધનમાં સામેલ સાથી પક્ષના નેતા કેજરીવાલને પણ આ વાતનો આત્મવિશ્વાસ નથી કે 2024માં તેઓ ભાજપને હરાવી શકશે. સવાલ એ પણ ઉઠવા લાગ્યા છે કે શું અરવિંદ કેજરીવાલે પોતાની 2029ની ભવિષ્યવાણી દ્વારા જ 2024ની લોકસભા ચૂંટણીમાં 'I.N.D.I.A'ની હારના સંકેત પણ આપી દીધા છે.?
Comments
Post a Comment