6,6,6,6,6,6.. : ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બેટ્સમેને મચાવ્યું તોફાન, BCCIએ જાહેર કર્યો VIDEO

image : Twitter

/Video Grab



Six Sixes in an Over: હાલના દિવસોમાં ભારતીય ઘરેલુ ક્રિકેટમાં અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં આંધ્રપ્રદેશના બેટ્સમેન વામશી કૃષ્ણાએ તેની જોરદાર બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. 22 વર્ષના યુવા બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ ટૂર્નામેન્ટમાં T-20ની જેમ તોફાની બેટિંગ કરી અને એક જ ઓવરમાં સતત 6 સિક્સ ફટકારી હતી. 

આંધ્રપ્રદેશે 378 રન બનાવ્યા હતા

BCCIએ જ વામશીની વિસ્ફોટક બેટિંગનો વીડિયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં આંધ્રપ્રદેશ અને રેલવે વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી આંધ્રપ્રદેશની ટીમના ઓપનર વામશી કૃષ્ણાએ રેલવેના સ્પિનર દમનદીપ સિંહની એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. વામશીએ માત્ર 64 બોલમાં 110 રનની શાનદાર સદી ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શનના આધારે આંધ્રપ્રદેશની ટીમે પ્રથમ દાવમાં 378 રન બનાવ્યા હતા.

જાણો કોની કરી બરાબરી? 

એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા બાદ વામશી કૃષ્ણા રવિ શાસ્ત્રી (1985), યુવરાજ સિંહ (2007) અને રુતુરાજ ગાયકવાડ (2022)ની ક્લબમાં સામેલ થઇ ગયો છે. જ્યારે, રેલવે તરફથી, એસ.આર. કમર અને એમ.ડી. જયસ્વાલે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે