‘ED ભાજપના કોઈપણ નેતા સામે કાર્યવાહી કરતું નથી’, શરદ પવારે કેન્દ્ર અને ECની ઝાટકણી કાઢી


Sharad Pawar Accuses BJP of Power Misuse : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે દાવો કર્યો છે કે, ‘સત્તામાં આવ્યા બાદ ભાજપના કોઈપણ નેતા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કાર્યવાહી કરી નથી. ચૂંટણી પંચ દ્વારા ભત્રિજા અજિત પવારના નેતૃત્વવાળા જૂથને અસલી એનસીપીનો દરજ્જો આપવા મુદ્દે તેમણે કહ્યું કે, ‘મેં દેશમાં આવી સ્થિતિ ક્યારે જોઈ નથી. હું ચૂંટણી પંચના નિર્ણયના સમર્થનમાં નથી.’ ગત વર્ષે જ અજિત પવાર પોતાના સાંસદો સાથે શિંદે સરકારમાં સામેલ થઈ ગયા હતા. ચૂંટણી પંચના નિર્ણય બાદ શરદ પવાર નેતૃત્વ હેઠળના જૂથને પાર્ટીનું નામ ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર’ થઈ ગયું છે.

ભાજપ નેતાઓ સામે કોઈપણ કાર્યવાહી નહીં : શરદ પવાર

પુણેમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન શરદ પવારે (Sharad Pawar) દાવો કર્યો કે, ‘જ્યારે કોઈપણ વ્યક્તિ ભાજપ (BJP)નો વિરોધ કરે છે તો, સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. ED દેશભરમાં દરોડા પાડી રહી છે. વર્ષ 2005થી 2023 સુધીમાં 6000 કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી માત્ર 25 કેસના પર્યાપ્ત તારણો સામે આવ્યા છે. જ્યારે 85 ટકા કેસોમાં વિપક્ષના નેતાઓ સામેલ હતા.’

અમે સોમવારે નવી પાર્ટી અને ચિન્હ પર ચર્ચા કરીશું

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ભાજપ સતતા પર આવ્યા બાદ પાર્ટીના કોઈપણ નેતા સામે કાર્યવાહી કરાઈ નથી. એટલું જ નહીં ભાજપ નેતાઓ વિરુદ્ધની તપાસ પણ અટકાવી દેવાઈ છે. મેં મારી પ્રથમ ચૂંટણી બળદની જોડીના ચિન્હ સાથે લડી હતી. ચૂંટણી ચિન્હથી મહત્વપૂર્ણ વિચાર અને વિચારધારા છે. અજિત પવાર (Ajit Pawar)ને એનસીપીનું નામ અને ચિન્હ આપવાનો ચૂંટણી પંચ (Election Commission)નો નિર્ણય ચોંકાવનારો છે. અમારી રાજકીય પાર્ટી અન્ય લોકોને આપી દેવાઈ, આવી સ્થિતિ અગાઉ દેશમાં ક્યારે જોવા મળી નથી. મને વિશ્વાસ છે કે, પ્રજા ક્યારે તેનું સમર્થન નહીં કરે. અમે સોમવારે નવી પાર્ટી અને ચિન્હ પર ચર્ચા કરીશું.’

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે