VIDEO: કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગનો મામલો

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ (Delhi Police Crime Branch)ની ટીમ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ના નિવાસસ્થાને પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચના એસીપી ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગના મામલે કેજરીવાલને નોટિસ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ તેમની પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલનું કહેવું હતું કે, તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના છે. આ મામલે તેમના સાત ધારાસભ્યોનો પણ સંપર્ક કરાયો હતો.

આતિશી પણ દિલ્હી પોલીસના રડારમાં

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપ લગાવ્યો હતો કે, ‘ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઑફર આપી રહી છે. તેના સાત ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરાયો. યોગ્ય સમયે ઑડિયો ક્લિપ જાહેર કરશે.’ સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે દિલ્હી પોલીસ આતિશીને પણ નોટિસ મોકલી શકે છે.

પોલીસ નોટિસ આપ્યા વગર પરત ફરી

મુખ્યમંત્રી નિવાસસ્થાનના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસ નોટિસ આપ્યા વગર ત્યાંથી રવાના થઈ ગઈ છે. સીએમ ઓફિસના અધિકારીઓ નોટિસ લેવા તૈયાર હતા, પરંતુ પોલીસના અધિકારીઓ નોટિસ આપ્યા વગર રવાના થઈ ગયા છે.

ભાજપે AAPના આક્ષેપોને રદીયો આપ્યો

દિલ્હી ભાજપના સચિવ હરિશ ખુરાનાએ આમ આદમી પાર્ટીના આરોપોને રદીયો આપી આતિશીને પડકાર ફેંક્યો છે કે, ‘ભાજપે જે ધારાસભ્યોનો સંપર્ક ર્યો છે, તેના નામનો ખુલાસો કરે.’ ભાજપનું કહેવું છે કે, આવા વાહિયાત આક્ષેપોથી કરી AAP સાચા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા લાગી છે.

લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલને ઈડી પાંચમનું સમન્સ

લિકર પોલિસી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેજરીવાલને પાંચમીવાર સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ મોકલાયેલી ઈડીની નોટિસને કેજરીવાલે બદલાની કાર્યવાહી કહી હતી. ઈડીએ અગાઉ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે કેજરીવાલને નોટિસ મોકલી હતી, જોકે તેવો હાજર થયા નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો