RBIના પ્રતિબંધથી બચવા Paytmએ નવો રસ્તો કાઢ્યો, CEOએ આપી માહિતી

RBI દ્વારા Paytm કંપનીની કેટલીક સેવા બંધ કરવાનો નિર્ણય કરાયા બાદ કંપનીના સીઈઓ વિજય શેખર શર્મા (CEO Vijay Shekhar Sharma)એ નવો રસ્તો શોધી કાઢ્યો છે. આરબીઆઈએ નિયમોનું ઉલ્લંઘન અને પાલન સંબંધીત મામલામાં પેટીએમ પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank)ની ઘણી સેવાઓ 29 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ મામલે કંપનીની સીઈઓનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પેટીએમ આદેશનું પાલન કરવા પગલા ભરી રહી છે અને તે અન્ય બેંકો સાથે કામ કરશે.

‘પેટીએમ અન્ય બેંકો સાથે કામ કરતી જોવા મળશે’

વિજયે સ્પષ્ટ કહ્યું કે, ‘RBI દ્વાાર પ્રતિબંધ બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે પેટીએમ કામ નહીં કરે, પરંતુ અન્ય કંપનીઓ સાથે કામ કરતી જોવા મળશે.’ પત્રકારો સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત કરતા પેટીએમના ફાઉન્ડરે આજે કહ્યું કે, ‘વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ (OCL) અને પેટીએમ નોડલ એકાઉન્ટ્સને અન્ય બેંકોમાં શિફ્ટ કરવાનું અગાઉથી જ કામ કરી રહી છે.’

RBIએ પેટીએમને કોઈ વિગતો આપી નથી

પેટીએમના સીઈઓએ કહ્યું કે, ‘અમને (પેટીએમ) આરબીઆઈ દ્વારા કોઈપણ ડિટેલ્સ મોકલાઈ નથી. પેટીએમ તેને માત્ર એક સ્પીડ બંપ માને છે, પરંતુ અમે બેંકો સાથેની ભાગીદારીમાં વિશ્વાસ રાખીએ છીએ, તે આગામી થોડા દિવસોમાં જોવા મળશે.’

ઈક્વિટી અને ઈન્શ્યોરન્સનું શું થશે?

પેટીએમના પ્રેસિડેન્ટ અને સીઓઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે, ‘કંપની ઘણા ભાગીદારો સાથે કામ કરી રહી છે. ઈક્વિટી અને ઈન્શ્યોરન્સ પર RBIના નિર્ણયની કોઈ અસર નહીં પડે, કારણ કે બંને સ્વતંત્ર કામ કરે છે.

PPBના નોડલ એકાઉન્ટ કરાયા બંધ

અગાઉ મંગળવારે આરબીઆઈએ પેટીએમની મૂળ કંપની વન 97 કોમ્યુનિકેશન અને પેટીએમ પેમેન્ટ્સ બેંકના નોડલ એકાઉન્ટ બંધ કરી દીધા હતા. કેન્દ્રીય બેંકે પીપીબી દ્વારા ફંડ ટ્રાન્સફર, યુપીઆઈ સર્વિસ જેવી સેવાઓ પુરી પાડવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો