ચંદ્રબાબૂ નાયડૂની NDA વાપસીનો ફોર્મ્યુલા તૈયાર, ટુંક સમયમાં થઈ શકે છે ગઠબંધન


Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા TDP નેતા ચંદ્રબાબૂ નાયડૂ NDAમાં ફરીથી સામેલ થઈ શકે છે. સૂત્રોના અનુસાર, તેની જાહેરાત ટુંક સમજયમાં જ થઈ જશે. સીટ શેયરિંગનો મુદ્દો ખુબ મહત્વનો છે. જેના પર વાતચીત ચાલી રહી છે. ભાજપની સાથોસાથ પવન કલ્યાણની જન સેના પાર્ટીની બેઠો પણ નક્કી કરવા પર વાત થઈ રહી છે. TDPને 18, જેન સેનાને 2, ભાજપને 5 બેઠકો અપાતા ફોર્મ્યુલા પર વાત બની શકે છે. જેના પર TDP પણ સહમત થઈ શકે છે. જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશમાં લોકસભાની 25 બેઠકો આવે છે.

ચંદ્રબાબૂ નાયડૂ છેલ્લા કેટલાક સમયથી ભાજપ હાઈકમાન્ડ સાથે સતત મુલાકાત કરી રહ્યું છે. રાજકીય પક્ષોમાં ચર્ચા છે કે, ચંદ્રબાબૂ નાયડૂ ક્યારે પણ NDAમાં સામેલ થઈ શકે છે. જોકે, ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી TDP પહેલા પણ ભાજપનો ભાગ રહ્યું છે. નાયડૂ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સંસદમાં લોકસભા ચૂંટણીમાં ત્રીજીવાર ભાજપની મોટી જીતનો દાવો કરતા કહ્યું હતું કે, દેશમાં મિજાજ જોઈને લાાગી રહ્યું છે કે આ વખતે NDAને 400થી વધુ બેઠકો મળશે, જ્યારે ભાજપને 370 બેઠકો પર જીત મળશે. તેવામાં ભાજપ 400 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે તમામ સમીકરણ સેટ કરી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે