મુખ્યમંત્રી યોગીના કાફલાની એન્ટી ડેમો ગાડીનો અકસ્માત, 5 પોલીસ કર્મચારી સહિતના 11 લોકો ઈજાગ્રસ્ત


CM Yogi Convoy : ઉત્તરપ્રદેશના ગોસાઈગંજના અર્જુનગંજમાં મોટી દુર્ઘટના બની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ફ્લીટમાં સૌથી આગળ ચાલનારી એન્ટી ડેમો ગાડી પલટી ગઈ. આ દુર્ઘટનામાં 5 પોલીસ કર્મચારી સહિત 11 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

જણાવાય રહ્યું છે કે, રોડ પર મૃત હાલતમાં પડેલા જાનવરથી ટકરાયા બાદ આ દુર્ઘટના બની છે. જેમાં પોલીસ કર્મચારીઓ સિવાય રોડ કિનારે ઉભેલા કેટલાક લોકો પણ ગાડીની ઝપેટમાં આવી ગયા હતા. જેને લઈને તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં ડીજીપી પ્રશાંત કુમારની સાથે કેટલાક અન્ય અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ દુર્ઘટના અંગે માહિતી આપતા જોઈન્ટ સીપી ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 5 સિવિલ અને 5 પોલીસ જવાન છે. તમામને સિવિલ હોસ્પિટલના કેજીએમસી અને લોહિયા હોસ્પિટલ શિફ્ટ કરાયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો