શેરબજારમાં ધબડકો : રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.60 લાખ કરોડનું ધોવાણ
- સેન્સેક્સ - નિફ્ટીમાં જૂન, 2022 પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો - વિદેશી રોકાણકારોની રૂ. 10,578 કરોડની જંગી વેચવાલી તેની સામે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 4,006 કરોડની ખરીદી કરી અમદાવાદ : નવા સપ્તાહના પ્રારંભે ભારતીય શેરબજારમાં તેજીનો એક નવો તબક્કો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૭૩,૦૦૦ અને ૨૨,૦૦૦ની ઐતિહાસિક ઉંચી સપાટીને આંબી ગયા બાદ બે દિવસ પછી આજે ઇરાનના પાકિસ્તાન પરના મિસાઇલ હુમલા સાથે વૈશ્વિક જીઓ-પોલિટિકલ ટેન્શન વધવાની ગણતરી, ચીનના અર્થતંત્રની વૃદ્ધિ રૃંધાવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી હાથ ધરાયેલ જંગી વેચવાલીના પગલે મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં ૧૬૨૮ અને એનએસઇના નિફ્ટીમાં ૪૬૦ પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૪.૬૦ લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું. ઇરાન દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યા હોવાના નિર્દેશોએ જીયો- પોલિટીકલ અસ્થિરતા વધુ વણસવાની ભીતિએ વૈશ્વિક સ્તરે શેરબજાર ઘટયા હતા. ચીનના અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રવર્તતી નિરાશા, અમેરિકાના ૧૦ વર્...