ફ્લાઈટના મુસાફરોના હિતમાં DGCAનો મોટો નિર્ણય, એરલાઈન્સ માટે નવા નિયમ જાહેર કર્યા

DGCA New SOP : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આજે ફ્લાઈટના મુસાફરોને રાહત આપી એરલાઈન્સો (Airlines)ને નવા નિયમ જાહેર કર્યા છે. ડીજીસીએના નિદેશક અમિત ગુપ્તાએ શ્રેષ્ઠ કોમ્યુનિકેશન અને મુસાફરોને વધુ સુવિધા આપવા માનક ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) જાહેર કરી છે.

ફ્લાઈટ વિલંબનું કારણ મુસાફરો સરળતાથી જાણી શકશે

ઈન્ડિગો ફ્લાઈટની ઘટના વિવાદ થતા ડીજીસીએએ એસઓપી જાહેર કરવાની વાત કહી હતી, જે મુજબ સૂચના અપાઈ છે કે, એરલાઈન્સ ફ્લાઈટમાં વિલંબ અને મુસાફરોને થતી અસુવિધા મામલે સુરક્ષા નક્કી કરવાની જવાબદારી સમજે. ઉપરાંત ફ્લાઈટમાં વિલંબ થવાનું કારણ પણ જાણવું જરુરી છે. આ માટે ડીજીસીએએ સીએઆર જાહેર કર્યો છે. નવા નિર્દેશ મુજબ ફ્લાઈટમાં વિલંબ મામલે મુસાફરોને Whatsapp પર માહિતી પુરી પડાશે.

એરલાઈન્સ માટે નવા નિર્દેશ

એરલાઈન્સે ફ્લાઈટમાં વિલંબ થવાની સ્થિતિની સટીક Real Time માહિતી શેર કરવાની રહેશે અને તેને ચેનલ્સ/માધ્યમ દ્વારા મુસાફરોને શેર કરવામાં આવશે. નવા નિર્દેશ મુજબ એરલાઈન્સે મુસાફરોને (A) એરલાઈન્સ સંબંધિત વેબસાઈટની માહિતી (B) પ્રભાવિત મુસાફરોને SMS/Whats App અને E-Mail દ્વારા અગાઉથી સૂચના (C) એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોને ફ્લાઈટમાં વિલંબ થવાના કારણોની અપડેટ માહિતી (D) એરપોર્ટ પરના એરલાઈન્સના કર્મચારીઓને યોગ્ય રીતે કોમ્યુનિકેટ કરવા અને ફ્લાઈટમાં વિલંબ થવાના યોગ્ય કારણોની મુસાફરોને માહિતી આપવાની રહેશે.

ધુમ્મસની સ્થિતિમાં ફ્લાઇટ રદ થઈ શકે, પરંતુ સમયનું ધ્યાન રાખવું પડશે

ધુમ્મસવાળું હવામાન અથવા પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને ધ્યાને રાખી એરલાઈન્સ વિલંબ થવાની સંભાવના ધરાવતી ફ્લાઈટને સમય પહેલા કેન્સલ કરી શકે છે. ઉપરાંત આવી સ્થિતિમાં 3 કલાકથી વધુ વિલંબ થાય તો પણ એરલાઈન્સ ફ્લાઈટ કેન્સલ કરી શકે છે, પરંતુ તે માટે યોગ્ય સમય પહેલા કાર્યવાહી કરવાની રહેશે. આમ કરવાથી એરપોર્ટ પર મુસાફર ટ્રાફિક કન્ટ્રોલ કરી શકાશે ઉપરાંત તેમની અસુવિધા પણ ઘટાડી શકાશે.

નિર્દેશમાં જણાવ્યું છે કે, તમામ એરલાઈન્સે ઉપરોક્ત એસઓપી તાત્કાલીક અસરથી ફરજીયાત પાલન કરવાનું રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે