'લોકસભા ચૂંટણીમાં ભાજપ બનશે સૌથી મોટી પાર્ટી, પરંતુ...', કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનો મોટો દાવો


Shashi Tharoor Prediction : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સત્તાધારી પાર્ટી ભાજપે આગામી સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનવવાની ભવિષ્યવાણી કરી છે. શનિવારે કેરળ સાહિત્ય સમારોહમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરે દાવો કર્યો કે, ભાજપને ગત વખત કરતા ઓછી બેઠકો મળશે, પરંતુ તેમની બેઠકોની સંખ્યા ઓછી હશે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. પરંતુ તેમની બેઠકોમાં ઉલ્લેખનીય ઘટાડો આવશે. તેવામાં NDA પક્ષોનો ભાજપ પરથી વિશ્વાસ ઓછો થશે. એવું પણ બની શકે છે કે ભાજપના સહયોગીના બદલે વિપક્ષી ગઠબંધનનું સમર્થન કરે.

કેરળમાં બેઠક વહેંચણી મુશ્કેલઃ શશિ થરૂર

PTIના અનુસાર, થરૂરે કહ્યું કે જો 'INDIA' ગઠબંધન રાજ્યોમાં બેઠક વહેંચણીની સમજૂતી યોગ્ય કરી લે છે તો વિપક્ષને હારથી બચાવી શકાય છે. તેમણે કહ્યું કે કેરળમાં CPI (M) અને કોંગ્રેસ માટે બેઠક વહેંચણીની સમજૂતી પર સહમત થવું મુશ્કેલ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેરળમાં આ કલ્પના કરવું લગભગ અસંભવ છે કે 'INDIA' ગઠબંધનના બે મુખ્ય પ્રતિસ્પર્ધી એટલે CPI (M) અને કોંગ્રેસ ક્યારેક બેઠક વહોંચણી પર સહમત થાય. જોકે, તામિલનાડુમાં CPI, CPI (M), કોંગ્રેસ અને DMK તમામ ગઠબંધન કરી રહ્યા છે અને ત્યાં કોઈ વિવાદ નથી.

બેઠક વહેંચણી પર ચર્ચા

2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ વાળા NDAએ 352 બેઠકો જીતી હતી અને હવે ગઠબંધનનું લક્ષ્ય 2024ની સામાન્ય ચૂંટણીમાં 400નો આંકડો મેળવવાનું છે. કોંગ્રેસ અને 27 અન્ય વિપક્ષી દળોએ ભાજપના રથને પડકાર આપવા માટે ગઠબંધન બનાવ્યું છે. જોકે, 'INDIA' ગઠબંધન અનેક રાજ્યોમાં બેઠક વહેંચણી પર વાતચીત કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં ગઠબંધન સહયોગીઓ વચ્ચે સમજૂતી મુશ્કેલીઓ થઈ રહી છે, કારણ કે રાજનીતિક પ્રતિસ્પર્ધી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો દાવો છે કે, બંગાળ ભાજપને માત્ર TMC જ હરાવી શકે છે. તેમણે સંકેત આપ્યા છે કે, તેઓ રાજ્યમાં બેઠક શેર કરવા વિરૂદ્ધ છે. એવું જ કંઈક પંજાબ અને દિલ્હીમાં પણ છે, જ્યાં અરવિંદ કેજરીવાલ કોંગ્રેસને વધુ બેઠકો આપવાના મૂડમાં નથી. મહારાષ્ટ્રમાં પણ હજુ સુધી કોઈ વાત નથી બની શકી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો