‘રાહુલ ગાંધીની યાત્રા પહેલા સીટોની વહેંચણી થાય તો ઠીક, નહીં તો...’ કોંગ્રેસ સામે અખિલેશ યાદવની શરત

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ (Akhilesh Yadav) યાદવે આજે બલિયામાં એક સવાલના જવાબમાં એવું નિવેદન કર્યું છે, જેમાં ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના રાજકારણમાં ખળભળાટ મચવાની સાથે કોંગ્રેસ (Congress) પર પણ આડકતરું નિશાન સાધ્યું છે. અખિલેશને પૂછાયું કે, શું તેઓ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ની યાત્રામાં સામેલ થશે? તો તેમણે કહ્યું કે, જો ઈન્ડિયા ગઢબંધન (I.N.D.I.A. Alliance)માં સીટોની વહેંચણી થઈ જશે તો તેઓ યાત્રામાં પણ સામેલ થશે. અખિલેશ યાદવને સવાલ કરાયો કે, ‘રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે, તો શું તેના પરથી લાગી રહ્યું છે કે, આ યાત્રા કોંગ્રેસની યાત્રા છે કે પછી ઈન્ડિયા ગઠબંધનની યાત્રા છે?’

રાહુલ ગાંધીની યાત્રા પર સમાજવાદી પાર્ટીનું વલણ શું છે ?

અખિલેશે આ મામલે ઈશારામાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyay Yatra) ઉત્તરપ્રદેશમાં પહોંચે તે પહેલા સીટોની વહેંચણી થાય તો તેઓ પણ યાત્રામાં જોવા મળશે, પરંતુ જો સીટોની વહેંચણી નહીં થાય તો સપા જોવા નહીં મળે. રાહુલ અંગે પૂછેલા પ્રશ્ન પર અખિલેશે કહ્યું કે, ‘તેમની યાત્રામાં તમામ લોકો, ખાસ કરીને ઉમેદવારો મજબૂતી સાથે જોવા મળશે. એટલે કે હાલ આ કોંગ્રેસની યાત્રા છે અને અમને આશા છે કે, જેટલા વિપક્ષી દળો છે, જે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરી લડવા ઈચ્છે છે, તેમની વચ્ચે યાત્રા પહેલા તમામ પ્રદેશોની સીટોની વહેંચણી થઈ જશે. આમ કરવાથી વધુ મજબુતી સાથે લડી શકાશે.’

તમામ પક્ષો ઈચ્છે છે કે, પહેલા સીટોની વહેંચણી થાય : અખિલેશ

તમામ પક્ષો ઈચ્છે છે કે, યાત્રા પહેલા ટિકિટની વહેંચણી થઈ જાય, સીટોની વહેંચણી થાય અને જ્યારે સીટોની વહેંચણી થશે ત્યારે ઘણા લોકો યાત્રામાં સહયોગ કરવા પહોંચી જશે, કારણ કે જે ઉમેદવાર ચૂંટણી લડવાનો હશે તે પુરી જવાબદારી સાથે ત્યાં ઉભો રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો