છેલ્લા 24 કલાકમા કોરોનાના 604 કેસ : ચાર લોકોનાં મોત


નવી દિલ્હી : ભારતમા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના સંક્રમણના ૬૦૪ કેસ નોંધાયા છે, જ્યારે સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪,૦૦૨ થઇ હોવાનું ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આ દરમિયાન ચાર દર્દીઓના મોત નિપજ્યાં છે જેમા કેરળમા બે, જ્યારે કર્ણાટક અને ત્રિપુરાના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. અત્રે એ ઉલ્લેખનીય  છે કે ગત વર્ષે ૫ ડિસેમ્બર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા ડબલ ડીઝીટમા પહોચી હતી. જો કે ઠંડી અને વાયરસના નવા વેરિયન્ટ જેએન-૧ ના કારણે સંખ્યા વધી રહી છે.૩૧ ડિસેમ્બરના રોજ કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા ૮૪૧ નોંધાઇ હતી. કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૯૨ ટકા દર્દીઓ ઘરે રહીને જ સારવાર લઇ રહ્યાં છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે જેએન-૧ વેરિયન્ટ  ના કારણે કોરોના કેસમા વધારો થતો નથી કે હોસ્પિટલમા કોરોનાગ્રસ્ત દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં વધારો થતો નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે