રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની મૂર્તિ શ્યામવર્ણી કેમ છે?


Ram Mandir Pran Pratishtha: દેશમાં 500 વર્ષ કરતાં વધુના સંઘર્ષ પછી કરોડો હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ મંદિરની સ્થાપના માટેની કરોડો ભારતીયોની આતુરતાનો અંત આવી જશે. રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની મૂર્તિ શ્યામ રંગની છે. તેથી અનેક લોકોને પ્રશ્ન થાય છે કે, પ્રભુ શ્રી રામની મૂર્તિ કાળા રંગમાંથી કેમ તૈયાર કરાઈ છે? ચાલો આ વાત જરા વિસ્તૃત રીતે જાણીએ. 

વાલ્મીકિ રામાયણમાં રામના શ્યામવર્ણી સ્વરૂપનું વર્ણન

વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામનું સ્વરૂપ શ્યામ હોવાનું વર્ણન કરાયું છે. આ કારણસર રામલલાની મૂર્તિનું નિર્માણ ‘શિલા’ નામના કાળા પથ્થરમાંથી કરાયું છે. આ પથ્થર સદીઓથી ‘કૃષ્ણ શિલા’ તરીકે પણ ઓળખાય છે. આ પથ્થરના અનેક ગુણ છે, જેથી તે ખૂબ ખાસ મનાય છે. જેમ કે રામલલાને દૂધનો અભિષેક કરાશે ત્યારે પથ્થરના કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય. તે દૂધનો ઉપયોગ પણ કરી શકશે અને તેની આરોગ્ય પર કોઈ અસર નહીં થાય. એટલું જ નહીં, આ પથ્થર હજારો વર્ષો સુધી એવો ને એવો જ રહેશે.  

ભગવાન રામની મૂર્તિમાં બાળસ્વરૂપના દર્શન 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા પ્રમાણે, ભગવાન રામલલાની જે મૂર્તિ તૈયાર કરાઈ છે, તે પાંચ વર્ષની ઉંમરનું બાળસ્વરૂપ છે. મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ છે, જેમાં ભગવાનના અનેક અવતારોને પણ દર્શાવવામાં આવ્યા છે.

રામલલાની મૂર્તિમાં થશે દશાવતારના દર્શન

51 ઈંચ ઊંચી મૂર્તિમાં દશાવતાર પણ કોતરવામાં આવ્યા છે. તેમાં ટોચ પર મધ્યમાં મહાવિષ્ણુ છે. ત્યાર પછી મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ અવતાર છે. આ સિવાય પ્રભુ શ્રી રામની મૂર્તિમાં વીર હનુમાનજી અને ગણેશજીના પણ દર્શન થશે. ચાલો જાણીએ આ દસેય અવતાર વિશે... 

•મત્સ્ય અવતારઃ ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય મનાય છે. આ માછલી માનવ જીવનની ઉત્પત્તિ દર્શાવે છે કારણ કે પૃથ્વી પર જીવનની શરૂઆત પાણીમાં થઈ હતી. આ સ્થિતિમાં અયોધ્યામાં ભગવાન વિષ્ણુના દર્શનથી સંકટ દૂર થાય છે અને ભક્તોના કાર્યો સિદ્ધ થાય છે.

•કુર્મ અવતારઃ ભગવાન વિષ્ણુએ સમુદ્રમંથનમાં દેવતાઓ અને દાનવોની મદદ કરવા કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો હતો. તેને કચ્છપ અવતાર પણ કહે છે. આમ, માનવ વિકાસના ક્રમમાં કાચબા બીજા ક્રમે આવે છે. તેમના આશીર્વાદથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે.

•વરાહ અવતારઃ ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર વરાહ મનાય છે. એવું કહેવાય છે કે, ભગવાન વરાહના દર્શન માત્રથી જ ભક્તોનું કાર્ય સફળ થાય છે. આ ઉપરાંત વર્ષોથી અટવાયેલા કાર્યો પણ પૂરા થઈ જાય છે.

•નૃસિંહ અવતારઃ શ્રી હરિ નૃસિંહ એટલે કે નરસિંહ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. એવું કહેવાય છે કે જંગલી પ્રાણીઓને થોડી બુદ્ધિ મળી, ત્યારે તેઓ અડધા પ્રાણી અને અડધા માનવ જેવા દેખાતા હતા. આ સ્વરૂપના દર્શન અને પૂજા કરવાથી જીવન સફળ બને છે. દુશ્મનો પણ પરાજિત થાય છે. 

•વામન અવતારઃ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર વામન ગણાય છે. એવું કહેવાય છે કે નરસિંહના માધ્યમથી માનવ સ્વરૂપમાં આવેલો જીવ વામન મનુષ્યના રૂપમાં જન્મ્યો હતો. અયોધ્યામાં સ્થાપિત રામલલાની પ્રતિમામાં વામન દેવતાની મૂર્તિ પણ કોતરેલી છે. અયોધ્યાના રામ મંદિરના દર્શન કરીને ભક્તો વામન સ્વરૂપના આશીર્વાદ પણ મેળવી શકશે.

•પરશુરામ અવતારઃ ભૃગુ ઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના પુત્ર પરશુરામ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમને સાત ચિરંજીવીમાંના એક મનાય છે. તેમનું પ્રિય શસ્ત્ર ફરસી એટલે કે કુહાડી છે. આ કારણે તેમનું નામ પરશુરામ છે. તેમણે ભગવાન શંકર પાસેથી ધનુર્વિદ્યાની તાલીમ મેળવી હતી. અયોધ્યા રામ મંદિરમાં ભક્તો પરશુરામજીના દર્શન પણ કરી શકશે.

•મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામઃ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. રામલલાના આ શ્યામ સ્વરૂપને જોવા માટે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરાશે. આ પ્રતિમામાં શ્રી કૃષ્ણ, મહાત્મા બુદ્ધ અને કલ્કીની મૂર્તિઓ પણ કોતરવામાં આવી છે અને તે પણ ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો