રામમંદિરના ઉદઘાટન પર 'રજા' જાહેર કરવાના વિરોધમાં 4 વિદ્યાર્થી હાઈકોર્ટ પહોંચ્યા, સરકારને કોર્ટમાં ઢસડી


Ram Mandir Inauguration: અયોધ્યામાં રામમંદિરનું ઉદઘાટન થવાની તૈયારી છે ત્યારે મોટાભાગના રાજ્યોમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે હાફ ડે હોલિડેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં જાહેર કરાયેલી આ જાહેર રજાનો વિરોધ થવા લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટની એક વિશેષ બેન્ચ રવિવારે સવારે 10:30 વાગ્યે ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ એક પીઆઈએલ પર સુનાવણી કરશે.  તેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે જાહેર રજાની જાહેરાત કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.

કોણે કોણે કરી છે અરજી? 

આ અરજી શિવાંગી અગ્રવાલ, સત્યજીત સિદ્ધાર્થ સાલ્વે, વેદાંત ગૌરવ અગ્રવાલ અને ખુશી સંદીપ બંગિયા નામના વિદ્યાર્થીઓએ કરી છે. તેઓ એમએનએલયુ, મુંબઈ, જીએલસી અને નિરમા લૉ સ્કૂલના સ્ટુડન્ટ્સ છે. આ મામલે હવે જસ્ટિસ જી.એસ.કુલકર્ણી અને નીલા ગોખલેની વિશેષ બેન્ચ સુનાવણી કરશે. 

વિદ્યાર્થીઓનું શું કહેવું છે? 

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે એક આદેશ જાહેર કરી 22 જાન્યુઆરીએ રાજ્યમાં જાહેર રજાની જાહેરાત કરી હતી. અરજદારોએ કહ્યું કે કોઈ ધાર્મિક કાર્યક્રમ મનાવવા માટે જાહેર રજા જાહેર કરવી બંધારણ હેઠળ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. લૉ ભણતાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ રાજ્ય કોઈ ધર્મ સાથે જોડાયેલું ન હોઈ શકે અથવા તેને પ્રોત્સાહન ન આપી શકે. અરજીમાં કહેવાયું છે કે એક હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા અને જાહેરમાં તેમાં ભાગ લેવા તથા એક વિશેષ ધર્મ સાથે જોડાવાનું સરકારનું કૃત્ય ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર સીધો હુમલો છે.  જાહેર રજાની જાહેરાતના સંબંધમાં કોઈ પણ નીતિ સત્તામાં રાજકીય પક્ષની સનક અને ઈચ્છા પર આધારિત ન હોઈ શકે. રજાની જાહેરાત કદાચ કોઈ દેશભક્તની વ્યક્તિગત કે ઐતિહાસિક હસ્તીની યાદમાં કરી શકાય છે પણ સમાજ માટે એક વિશેષ વર્ગ કે ધાર્મિક સમુદાયને ખુશ કરવા માટે રામલલાના અભિષેકની ઉજવણી માટે નહીં.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે