કોંગ્રેસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવવા પર સ્વામી રામભદ્રાચાર્યની મોટી ભવિષ્યવાણી
Ayodhya Ram Mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ સામેલ નહીં થાય, પાર્ટી દ્વારા આમંત્રણ ઠુકરાવી દેવાયું છે. જેને લઈને રાજનીતિ થઈ રહી છે. આ વચ્ચે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે, કોંગ્રેસે સારું નથી કર્યું. કોંગ્રેસને ભગવાન રામનું આમંત્રણ ઠુકરાવવું ન જોઈએ, જેમણે ભારતમાં રહેવું છે તેમને જય શ્રીરામ બોલવાનું છે.
કોંગ્રેસે મોટી ભૂલ કરી
રામભદ્રાચાર્યએ કહ્યું કે, કોંગ્રેસે મોટી ભૂલ રાજનીતિક કરી દીધી છે. હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં આવેલા પરિણામમાં કોંગ્રેસનું જે થયું, એ જ લોકસભા ચૂંટણી 2024માં પણ થયું.
આ પહેલા કોંગ્રેસે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનું આમંત્રણ ઠુકરાવતા ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને આરએસએસ અધૂરા રામ મંદિરનું ઉદ્ધાટન પોતાના ચૂંટણી લાભ માટે કરી રહ્યા છે. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે.
રામ મંદિર કાર્યક્રમમાં સામેલ નહીં થાય કોંગ્રેસ
નિવેદનમાં જણાવાયું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમમાં સામેલ નહીં થાય. જ્યારબાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા સનાતન વિરોધી થવાનો આરોપ લગાવ્યો.
શંકરાચાર્યએ ઉઠાવ્યા હતા સવાલ
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે રામ મંદિર કાર્યક્રમોને લઈને કહ્યું હતું કે, અપૂર્ણ મંદિરમાં ભગવાનને સ્થાપિત કરવા ધર્મસમ્મત નથી. એટલા માટે સલાહ આપી રહ્યા છીએ કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિતેચ્છુ છીએ, વિરોધી નથી. આ સાથે જ તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત તમામ પદાધિકારીઓના રાજીનામાંની માંગ કરી હતી.
Comments
Post a Comment