'જો રામ કો લાયે હે...' 10 એવા ચહેરા જે એક સમયે રામ મંદિર આંદોલનના હતા પ્રણેતા
Ayodhya Ram Mandir : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં આજે ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય યજમાન છે. રામ મંદિર આંદોલન એક એવો મુદ્દો છે જે 1980ના દાયકા દરમિયાન RSS-BJPનો મુખ્ય એજન્ડા હતો. તમિલનાડુના એક ગામમાં સામૂહિક ધર્મ પરિવર્તનની ઘટનાએ આ આંદોલનને તેજ કરી દીધું. ભાજપે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો છે. અલગ અલગ ચૂંટણીઓમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેને સામેલ કરતા પોતાની પ્રતિબદ્ધતા વારંવાર દર્શાવી છે. નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરી દીધો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દૂ પરિષદ (VHP), ભાજપ, બજરંગ દળ અને સંબંધિત સંગઠનોએ રામ જન્મભૂમિ આંદોલનને એક શક્તિશાળી સામાજિક-રાજકીય અભિયાન બનાવવા માટે પોતાની સંગઠનાત્મ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની આધારશિલા રાખી હતી. આવો અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનના 10 મોટા નામોની યાદી બનાવીએ.
1. લાલકૃષ્ણ અડવાણી
અયોધ્યા રામ જન્મભૂમિ અભિયાને ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીને હિન્દુત્વનો અસલી 'પોસ્ટર બૉય' બનાવી દીધો. તેમણે 1990માં ગુજરાતના સોમનાથ મંદિરથી અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ સુધી એક રાષ્ટ્રવ્યાપી રોડ શો શરૂ કર્યો. તેમણે રથ યાત્રા યોજી. અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે જન સમર્થન મેળવ્યું. પરંતુ તેમના અયોધ્યા પહોંચતા પહેલા જ બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવે સમસ્તીપુર જિલ્લામાં તેમની ધરપકડના આદેશ આપી દીધા. તેના બે વર્ષ બાદ અડવાણી બાબરી મસ્જિદ સ્થળની પાસે પહોંચી ગયા. તેઓ VHPના આહ્વાન પર અયોધ્યા પહોંચ્યા હતા. આ દિવસે બાબરી મસ્જિદનો વિધ્વંસ કરી દેવાયો હતો. અડવાણી હજુ પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
2. પ્રમોદ મહાજન
પ્રમોદ મહાજન ભાજપ માટે કોઈ ચાણક્યથી ઓછા ન હતા. તેમણે વાજપેયી-અડવાણીની ભાજપના સૌથી મોટા રાજકીય રણનીતિકાર મનાતા હતા. તેમની સલાહ પર જ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી પદયાત્રા કરવાના પોતાના મૂળ વિચારનો છોડી દીધો. 1990માં ભાજપ મહાસચિવ પ્રમોદ મહાજને અડવાણીને રથયાત્રા કરવાની સલાહ આપી હતી. તેમણે દીન દયાળ ઉપાધ્યાયની જયંતી 25 સપ્ટેમ્બર અથવા ગાંધી જયંતી 2 ઓક્ટોબરના દિવસે યાત્રા શરૂ કરવાની સલાહ પણ આપી હતી. ત્યારે અડવાણીએ પોતાની 10,000 કિલોમીટર લાંબી યાત્રા માટે 25 સપ્ટેમ્બરનો દિવસ પસંદ કર્યો. તેઓ પ્રમોદ મહાજન જ હતા જેમણે તે સમયે ભાજપના ઉભરતા સંગઠનાત્મક નેતા નરેન્દ્ર મોદીની મદદથી રથયાત્રાની યોજના બનાવી અને તેને અંજામ સુધી પહોંચાડી હતી.
3. અશોક સિંઘલ
અશોક સિંઘલ વિશ્વ હિન્દૂ પરિષદના એક કદ્દાવર નેતા હતા. તેમણે રામ જન્મભૂમિ આંદોલન માટે જન સમર્થ મેળવવામાં પોતાની સંપત્તિ પણ સમર્પિત કરી દીધી હતી. કેટલાક લોકો માટે તેઓ રામ મંદિર આંદોનના મુખ્ય વાસ્તુકાર હતા. તેઓ 2011 સુધી VHP પ્રમુખ હતા. તેમણે ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતા રાજીનામું આપી દીધું હતું. નવેમ્બર 2015માં તેમનું નિધન થઈ ગયું.
4. મુરલી મનોહર જોશી
મુરલી મનોહર જોશી 1980 અને 1990ના દાયકા દરમિયાન ભાજપના 'પ્રોફેસર' હતા. 1992માં જ્યારે બાબરી મસ્જિદ તોડાઈ ત્યારે મુરલી મનોહર જોશી અડવાણીની સાથે હતા. તે પણ આ મામલે કાયદાકીય કેસનો સામનો કરી રહ્યા છે. બાબરી મસ્જિદ તોડ્યા બાદ ઉમા ભારતી સાથેની જોશીની એક તસવીરે તે સમયે દેશનું ધ્યાન ખેંચ્યું હતું.
5. ઉમા ભારતી
ભાજપ ઉપાધ્યક્ષ અને નરેન્દ્ર મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મંત્રી રહેલા ઉમા ભારતી રામ મંદિર આંદોલનની સૌથી પ્રભાવશાળી મહિલા નેતા હતા. લિબ્રહાન આયોગે તેમને બાબરી મસ્જિદના વિધ્વંસમાં તેમની ભૂમિકા માટે ટોળાને ઉકસાવવા માટે દોષી ગણાવ્યા હતા. ભાજપ નેતાઓ દ્વારા રામ મંદિર ભૂમિ પૂજનને પાર્ટીના વિશેષ કાર્યક્રમ તરીકે રજૂ કરવાના પ્રયત્નો વચ્ચે ઉમા ભારતીએ મંગળવારે કહ્યું કે, ભગવાન રામ કોઈ એક પાર્ટીની સંપત્તિ નથી અને સૌના છે.
6. સાધ્વી ઋતંભરા
રામ મંદિર આંદોલનમાં સાધ્વી ઋતંભરા એક ફાયરબ્રાન્ડ હિન્દુત્વ નેતા હતા. તેઓ અયોધ્યા રામ જન્મભૂમિ અભિયાનના જાણિતા મહિલા ચહેરા તરીકે ઉમા ભારતી બાદ જ હતા. તેમના ભાષણોના ઓડિયો કેસેટ ખુબ વેચાયા.
7. કલ્યાણ સિંહ
ઉત્તરપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે કલ્યાણ સિંહ અયોધ્યા અભિયાનના ક્ષેત્રીય આગેવાન હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે બાબરી મસ્જિદ વિધ્વંસ થઈ ત્યારે મુખ્યમંત્રીની ખુરશી પર તેઓ હતા. તેમણે મસ્જિદ તરફ જતા કારસેવકો સામે બળ પ્રયોગ ન કરવાના ઉત્તરપ્રદેશ સરકારના નિર્ણયનો બચાવ કર્યો. બાદમાં તેમણે ભાજપના હાઈ કમાન્ડનું સમર્થન મળ્યું અને ત્યાં સુધી કે તેમણે પોતાનું અલગ સંગઠન બનાવવા માટે વિદ્રોહ પણ કરી લીધો. પરંતુ ભાજપમાં પરત આવ્યા અને તેમણે રાજ્યપાલ પદથી પુરસ્કૃત કરાયા.
8. વિનય કટિયાર
વિનય કટિયાર બજરંગ દળના દમદાર નેતા હતા. રામ મંદિર આંદોલનને વેગ આપવા માટે 1984માં બજરંગ દળ અસ્તિત્વમાં આવ્યું હતું. કટિયાર તેના પ્રથમ અધ્યક્ષ હતા. 1992 બાદ તેમનું રાજકીય કદ વધી ગયું. તેઓ ભાજપના મહાસચિવ બન્યા. તેમણે રાજ્યસભા અને લોકસભા બંનેમાં સભ્ય તરીકે કાર્ય કર્યું. તેઓ ફૈઝાબાદ (હવે અયોધ્યા)ના સાંસદ તરીકે ત્રણ વખત સંસદ ગયા.
9. પ્રવીણ તોગડિયા
પ્રવીણ તોગડિયા રામ મંદિર અભિયાનના વિસ્ફોટક નેતા હતા. તેમણે આક્રમક ભાષણોના દમ પર પોતાની હિન્દુત્વવાદી છાપ બનાવી. અશોક શિંઘલ બાદ તેમણે VHPની કમાન સંભાળી. પરંતુ ભાજપમાં અડવાણીનો પ્રભાવ ઓછો થવાની સાથે જ તોગડિયા ખુદને સંઘ પરિવારમાં સાઈડલાઈન જોવા મળ્યા.
10. વિષ્ણુ હરિ ડાલમિયા
વિષ્ણુ હરિ ડાલમિયા હિન્દુત્વ રાજનીતિમાં ખુબ રસ ધરાવનારા ઉદ્યોગપતિ હતા. તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણના અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમણે VHPમાં અલગ અલગ પદો પર કાર્ય કર્યું. તેઓ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે સહ-આરોપીમાંથી એક હતા. જાન્યુઆરી 2019માં 91 વર્ષની ઉંમરમાં તેમના દિલ્હી સ્થિત ઘરે તેમનું નિધન થઈ ગયું.
Comments
Post a Comment