ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ લીલા નોરફોક છોડાવ્યું, 21 ક્રૂ સલામત


- અરબ સાગરમાં ચાંચીયાઓએ માલવાહક જહાજનું અપહરણ કર્યું

- માલવાહક જહાજનું અપહરણ કરનારા સમુદ્રી ડાકુઓનો સફાયો  બ્રિટિશ સૈન્યે જહાજના અપહરણના સમાચાર આપ્યા હતા

નવી દિલ્હી : ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અરબ સાગરમાં શુક્રવારે યમન સ્થિત હુથી આતંકીઓએ અપહરણ કરેલા માલવાહક જહાજ એમવી લીલા નોરફોકને છોડાવી લીધું છે અને જહાજ પર ૧૫ ભારતીય સહિત કુલ ૨૧ ક્રુને બચાવી લીધા છે. અરબ સાગરમાં સોમાલિયા નજીક લીલા નોરફોક જહાજનું અપહરણ કરાયાના સમાચાર મળતા ભારતીય નેવીનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઈએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. નેવીના માર્કોસ કમાન્ડો મુજબ જહાજનું અપહરણ કરનારા આતંકીઓનો સફાયો કરી દેવાયો છે.

ગાઝામાં ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે યમનમાંથી હુથી આતંકીઓએ છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં સૌથી વ્યસ્ત વ્યાપારિક સમુદ્રી માર્ગ હિન્દ મહાસાગરથી લાલ સમુદ્રમાં માલા-સામાનનું પરિવહન કરતા માલવાહક જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. 

યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) દ્વારા ગુરુવારે માલવાહક જહાજ એમવી લીલા નોરફોકનું સોમાલિયાના દરિયા કિનારે અપહરણ કરાયું હોવાની માહિતી અપાઈ હતી. આ બ્રિટિશ સૈન્ય સંગઠન રણનીતિક વ્યાપારિક જળમાર્ગો પર માલવાહક જહાજોની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે.

માલવાહક જહાજ એમવી લીલા નોરફોકનું અપહરણ કરાયું હોવાની માહિતી મળતા જ ભારતીય નેવીના યુદ્ધ જહાજ ચેન્નઈના માર્કોસ કમાન્ડોએ લીલા નોરફોકને બચાવવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે પહેલાં તો જહાજ પરના સમુદ્રી ડાકુઓને શરણે થઈ જવા ચેતવણી આપી હતી. લીલા નોરફોકનું પાંચથી છ સમુદ્રી ડાકુઓએ અપહરણ કર્યું હોવાના અહેવાલ હતા.

ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈએ તેની એન્ટી પાયરસી પેટ્રોલિંગ ટૂકડીથી એમવી લીલા નોરફોકને રોકી લીધું હતું. ત્યાર પછી તેને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન, પ્રીડેટર એમક્યુ૯બી અને ઈન્ટીગ્રલ હેલોસનો ઉપયોગ કરીને સતત નિરીક્ષણ હેઠળ રખાયું હતું. આ સાથે માર્કોસ કમાન્ડો એમવી લીલા નોરફોક પર ચઢી ગયા હતા અને સમુદ્રી ડાકુઓનો સફાયો કરી દીધો હતો. આ સાથે તેમણે માલવાહક જહાજ પર ૧૫ ભારતીયો સહિત કુલ ૨૧ ક્રૂને બચાવી લીધા હતા. ત્યાર પછી માર્કોસ કમાન્ડોએ માલવાહક જહાજ લીલા નોરફોકમાં વીજ ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમ કાર્યાન્વિત કરીને તેને નજીકના બંદર સુધી પહોંચાડવા પ્રવાસ શરૂ કર્યો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો