‘સરહદ સ્થિતિને દ્વિપક્ષીય સંબંધો સાથે ના જોડો’, ભારતના આકરા વલણ પછી ચીનનો જવાબ


India-China Border Dispute : સરહદ વિવાદ મુદ્દે ભારત અને ચીન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે. તાજેતરમાં જ વિદેશમંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) ચીનને જડબાતોડ પ્રતિક્રિયા આપી હતી, જેના જવાબમાં ચીને કહ્યું કે, ભારત-ચીન સરહદ વિવાદ ઈતિહાસની ભુલોનો ભાગ છે. આ વિવાદ અગાઉ ઉકેલાયો નથી.

સરહદ સ્થિતિને દ્વિપપક્ષીય સંબંધો સાથે જોડવો અયોગ્ય : ચીન

ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા વૂ કિયાને કહ્યું કે, ભારત સરહદ સ્થિતિને દ્વિપપક્ષીય સંબંધો સાથે જોડવો અયોગ્ય છે. ભારતના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, જો બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ જળવાશે તો અમે ભારતમાં ચીનના રોકાણમાં થોડી રાહત આપી શકીએ છીએ. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેનો સરહદ વિવાદ ઈતિહાસની ભુલોનોભાગ છે.

પહેલા વિવાદ ઉકેલો, પછી સંબંધોની વાત કરો : ભારત

ચીન સાથે સરહદ વિવાદ અંગે વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી બંને દેશો વચ્ચે સરહદ વિવાદનો કોઈ નક્કર ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાની કોઈ સંભાવના નથી. 

ગલવાનમાં શું થયું હતું?

વર્ષ 15-16 જૂન-2020ની રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં LAC પર હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા. જ્યારે ચીનના કેટલાક સૈનિકોના મોત થયા, તે અંગે ડ્રેગને કોઈપણ સ્પષ્ટ માહિતી આપી ન હતી. ભારત તરફથી દાવો કરાયો હતો કે, અથડામણમાં ચીની સૈનિકોના પણ મોત થયા છે. ત્યારબાદ ચીને કહ્યું હતું કે, તેના 4 સૈનિકો ગલવાનમાં માર્યા ગયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે