BIG NEWS: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4304 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, આ કેડર પર અરજી પ્રક્રિયા શરૂ

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા અલગ અલગ કેડરની કુલ 4304 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.

કઈ કઈ જગ્યા પર ભરતી

ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

4 જાન્યુઆરીએ બપોર 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થશે જે 31 જાન્યુઆરી સુધી રાત્રે 23:59 સુધી ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઇટ gsssb.gujarat.gov.in પર ઓફિશિયલ જાહેરાત મુકવામાં આવી છે. ગુરૂવારના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારે ફોર્મ સાથે રૂ.500 પરીક્ષા ફી ભરવી પડશે. જોકે, પાસ થયેલા ઉમેદવારો મંડળ દ્વારા ફી પરત અપાશે.



વર્ગ 3ની 188 જગ્યાઓ માટે ભરતી થઈ હતી જાહેર

નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી બહાર પડાઈ છે. આ માટે ઉત્સુક ઉમેદવારો 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે