પંજાબમાં ટ્રક સાથે અથડાતા કારમાં લાગી ભીષણ આગ, ચાર લોકો જીવતા ભડથું


Punjab Accident : દેશમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે પંજાબમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંજાબના હોશિયારપુરમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં કારમાં આગ લાગતા ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.

કારનો દરવાજો ન ખુલતા ચારેય લોકો જીવતા ભળથું થઈ ગયા 

પંજાબમાં એક મોટી અકસ્માતની દુર્ઘટના બની છે જેમાં હોશિયારપુર (Hoshiarpur)માં એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થતાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ ટ્રક સાથે કાર અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને કારનો દરવાજા ન ખુલવાને કારણે કારમાં સવાર ચારેય લોકો જીવતા ભળથું થઈ ગયા હતા.

દુર્ધટના દસુહાના ઉંચી ગામ નજીક બની હતી

આ દુર્ઘટના પંજાબના હોશિયારપુરમાં દસુહાના ઉંચી બસ્સી ગામ નજીક બની હતી. ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનને થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોએ ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. તેની હાલત નાજુક છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ જલંધરના રહેવાસી હોઈ શકે છે કારણ કે જે જે કારનો અક્સમાત થયો હતો તેની નંબર પ્લેટ જલંધરની છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો