જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેનાના વાહન પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન શરૂ

Terrorist Attack In Jammu And Kashmir : જમ્મુ-કાશ્મીરમાં ફરી સેનાના પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કરતા સેનાએ પણ વળતો ફાયરિંગથી જવાબ આપ્યો છે, જેમાં તમામ આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા છે. પૂંછ સેક્ટરમાં સેનાનું વાહન પસાર થતું હતું, આ દરમિયાન હુમલાની ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ અચાનક હુમલો કર્યો છે. 

આતંકવાદીઓ ભાગી છૂટ્યા

શુક્રવારે સાંજે બનેલી ઘટના બાદ સેનાએ આતંકવાદીઓને શોધવા સર્ચઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓને શોધવા પૂંછ જિલ્લાના આસપાસના વિસ્તારોને પણ ઘેરી લેવાયા છે. ઘટનાસ્થળે હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાનો કાફલો પણ ખડકી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ સેના પર થયેલા હુમલામાં 3 જવાનો શહિદ થયા હતા.

21 ડિસેમ્બરે પણ સેનાના વાહન પર કર્યો હતો હુમલો

ગત વર્ષે 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ પૂંછના બફલિયાજ વિસ્તારમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના પાંચ જવાનો શહિદ થયા હતા, જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેન્ડ ફેંક્યા, આડેધડ ફાયરિંગ કર્યું, ત્યારબાદ જવાનોના હથિયારો પણ લઈને ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ લીધી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો