બિહારની રાજનીતિના વધુ એક સમાચાર, લાલૂ યાદવે 5 વખત કર્યો ફોન, નીતીશ કુમારે ન ઉપાડ્યો


Bihar Politics : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી NDAમાં જોડાઈ શકે છે. રાજકીય ઉથલપાથલથી પસાર થઈ રહેલા બિહારની નવી નવી માહિતી સામે આવી રહી છે. આ વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે કે આરજેડી ચીફ લાલૂ પ્રસાદ યાદવે નીતીશ કુમારને પાંચ વખત ફોન કર્યો તો તેમણે ન ઉઠાવ્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લાલૂ યાદવે શુક્રવાર સાંજે નીતીશને ફોન કર્યો પરંતુ તેઓ ફોન પર ન આવ્યા. લાલૂ યાદવે લેન્ડલાઈનથી પણ ફોન કર્યો, પરંતુ તેના પર પણ વાત ન થઈ. જેના પરથી લાગી રહ્યું છે કે, નીતીશ કુમાર હાલ કોઈ પણ જવાબ આપવાના મૂડમાં નથી જોવા મળી રહ્યા. વર્ષ 2017માં જ્યારે નીતીશ કુમાર મહાગઠબંધનથી અલગ થયા હતા તો નીતીશ કુમારે છેલ્લી ઘડીએ લાલૂ યાદવને ફોન કર્યો હતો. નીતીશ કુમારે કહ્યું હતું કે, તમારો સાથ અહીં સુધી હતો, હવે અમે વિદાઈ લઈએ છીએ. તમારી સાથે કામ કરીને ખુબ સારું લાગ્યું.

બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પોતાના નિવાસ સ્થાને આરજેડીના નેતાઓની બેઠક બોલાવી હતી. જેમાં આ રાજકીય મૂંઝવણો અંગે ચર્ચા થઈ હતી. જ્યારે જેડીયૂએ 28 જાન્યુઆરીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે જે મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવાસ સ્થાને યોજાશે. 

મહત્વનું છે કે, શુક્રવારે આરજેડી અને જેડીયૂના સંબંધોમાં તિરાડ પડેલી જોવા મળી હતી. જ્યારે રાજ્યપાલ દ્વારા પ્રજાસત્તાક દિવસ પર આયોજિત હાઈટીમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ન પહોંચ્યા. તેમની પાર્ટીના માત્ર એક નેતા આલોક કુમાર મેહા આવ્યા અને અધવચ્ચેથી ચાલ્યા ગયા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો