ભારત જોડો ન્યાય યાત્રા: રાહુલે સિલિગુડીમાં બંગાળના કર્યા ભરપૂર વખાણ, મમતા-નીતીશ મુદ્દે ચૂપ


Bharat Jodo Nyay Yatra in Siliguri : સિલીગુડી પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પશ્ચિમ બંગાળના ભરપુર વખાણ કરવા સાથે ત્યાંના લોકોને દેશનો રસ્તો બતાવવાનું પણ આહવાન કર્યું છે. તો બીજીતરફ મમતા બેનર્જી (CM Mamata Banerjee) અને નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar) મુદ્દે પણ ચુપ રહી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આજની યાત્રામાં TMCનો એક ઝંડો સુદ્ધા જોવા મળ્યો નથી, છતાં મમતાનો ઈગો હર્ટ ન થાય, નારાજ ન થાય તેનું ધ્યાન રાખી ઈશારામાં બંગાળના મુખ્યમંત્રીને સંદેશો આપ્યો છે. એટલું જ નહીં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ પણ કોઈ ભાષણ ન કર્યું. આ ઉપરાંત બિહારમાં રાજકીય ધમાસાણ છતાં રાહુલે નીતીશનો ઉલ્લેખ કરાયો નથી.

‘બંગાળે હંમેશા દેશનો રસ્તો બતાવ્યો છે’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ લીધા વગર રાહુલે કહ્યું કે, ‘મારી યાત્રા દરમિયાન આ વખતે જેટલો પ્રેમ બંગાળમાંથી મળ્યો, તે અત્યાર સુધી ક્યાંય મળ્યો નથી. બંગાળ એક ખાસ જગ્યા છે. બંગાળે હંમેશા દેશને નવો રસ્તો બતાવ્યો છે. અંગ્રેજો સાથેની લડાઈમાં પણ બંગાળના લોકોએ ઈન્ટેલેક્ચુઅલ અને બુદ્ધિથી મહત્ત્વની ભૂમિકા નિભાવી. તમે બંગાળી છો, એટલે જવાબદારી બને છે કે, દેશને રસ્તો બતાવો. સુભાષ ચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ તેના ઉદાહરણ છે, તેથી તમે લોકો બંગાળના હોવાથી આજે પણ તમારી જવાબદારી બને છે કે, તમે દેશનો રસ્તો બતાવો, જો તમે આમ નહીં કરો તો દેશ તમને માફ નહીં કરે. તમે તમારા ઈન્ટેલેક્ચુઅલ પાવરથી નફરત વિરુદ્ધ લડશો, દેશને જોડવાનું કામ કરશો.’

રાહુલે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

રાહુલે વધુમાં કહ્યું કે, ‘તમે લોકો ઈન્ટેલેક્ચુઅલ પાવર છો, તેથી મને વિશ્વાસ છે. આ બંગાળના કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, તમારા બધાની છે, કારણ કે તમે નાના બાળકોથી લઈ મોટા સુધી બધામાં આગ છો. કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળો માટે ટૂંકા ગાળાની ભરતી યોજના અગ્નિવીર યોજના શરૂ કરીને સશસ્ત્ર દળોમાં જોડાવા માંગતા યુવાનોની મજાક ઉડાવી છે. દેશભરમાં નફરત અને હિંસા ફેલાવવામાં આવી રહી છે, આમ કરવાથી કોઈપણ હેતુ પુરો નહીં થાય. આપણે નફરત ફેલાવવાના બદલે આપણા યુવાઓ માટે પ્રેમ અને ન્યાય ફેલાવવાની દિશામાં કામ કરવું પડશે. કેન્દ્ર સરકાર માત્ર મોટા નિગમો માટે ગામ કરી રહી છે, ગરીબો અને યુવાઓ માટે નહીં.  ’

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો