‘ભાજપે મતોની ચોરી કરી...’ ચંડીગઢ મેયર ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલની પ્રતિક્રિયા
Chandigarh Mayor Election : ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનની હાર થઈ છે. ગઠબંધનની સંખ્યા વધુ હોવા છતાં પણ મેયર ચૂંટણીમાં હાર થઈ છે. ભાજપની 16 મતો સાથે વિજય થયો છે. મેયર ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘ભાજપે વોટોની ચોરી કરી છે. 36માંથી આઠ મતો રદ કરાયા. ચૂંટણીમાં ભાજપે ગુંડાગર્દી અને છેતરપિંડી કરી છે. સ્થાનિક એડમિનિસ્ટ્રેશને ચૂંટણી પહેલા ત્યાં મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભાજપ 16 મતોથી જીતી ગઈ અને ગઠબંધનના આઠ મત રદ કરી દેવાયા.’
અરવિંદ કેજરીવાલે શું કહ્યું ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) કહ્યું કે, ‘ચંડીગઢ નગર પાલિકાની ચૂંટણી બે વર્ષ પહેલા યોજાઈ હતી. નગરપાલિકામાં કુલ 36 કાઉન્સિલરની બેઠકો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13, કોંગ્રેસના સાત, ભાજપના 15 અને અકાલી દળનો એક કાઉન્સિલર છે. અકાલી દળનો કાઉન્સિલર ભાજપની સાથે છે. આમ ભાજપ પાસે કુલ 16 કાઉન્સિલરો છે. અત્યાર સુધી કોંગ્રેસ (Congress) અને આપ (AAP) જુદી જુદી ચૂંટણી લડ્યા હતા, તેથી છેલ્લા બે વર્ષથી BJPના જ મેયર અને ડેપ્યુટી મેયર બનતા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસ-આપે ગઠબંધન કર્યું, તેથી ઈન્ડિયા ગઠબંધનના 20 અને ભાજપના 16 કાઉન્સિલ હતા. ચૂંટણી સ્પષ્ટ હતી, તેમાં કોઈપણ ગણિત ન હતું.’
ચંડીગઢમાં લોકશાહીની લૂંટ : ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (Punjab CM Bhagwant Mann) પણ ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘ચંડીગઢમાં લોકશાહીની લૂંટ કરાઈ છે. દેશની લોકશાહીમાં આજનો દિવસ કાળા અક્ષરથી લખાશે. મેયરને આજે સીટ પર બેસાડવામાં આવ્યો છે, જીત્યો નથી. આ રાષ્ટ્રીય મુદ્દો છે. આ દેશની વાત છે. દુર્ભાગ્યથી આ તે જ મહિનો છે, જ્યારે આપણે ગણતંત્ર દિવસ મનાવ્યો. ચંડીગઢમાં લોકશાહીની લૂંટ કરાઈ. આ ચૂંટણી અગાઉ 18મીએ યોજાવાની હતી, પરંતુ જાણીજોઈને પ્રિજાઈડિંગ ઓફિસરને બીમાર કરી દેવાયા. પહેલા પૂરો ડેમો અપાયો હતો, એવું લાગી રહ્યું હતું કે, ભાજપ આજે લોકશાહી બની ગઈ છે.’
चंडीगढ़ मेयर चुनाव में बहुमत न होते हुए भी जिस प्रकार भाजपा ने अपनी शक्ति का दुरूपयोग करते हुए अधिकारियों को दबाव में लेकर, चुनाव जीतने की धांधली की है, उसका संज्ञान तत्काल सिर्फ़ चुनाव आयोग ही न ले बल्कि संविधान के प्रहरी के रूप में माननीय सुप्रीम कोर्ट भी ले और तुंरत इन नतीजों…
— Akhilesh Yadav (@yadavakhilesh) January 30, 2024
અખિલેશ યાદવે પણ ભાજપ પર સાધ્યું નિશાન
મેયરની ચૂંટણીમાં ભાજપની જીત પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ પર શક્તિનો દુરુપયોગ, અધિકારીઓ પર દબાણ અને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.
Comments
Post a Comment