અયોધ્યાથી પરત ફર્યાની સાથે PM મોદીની મોટી જાહેરાત, સૂર્યોદય યોજનાની કરાશે શરૂઆત


Pradhanmantri Suryodaya Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા (Ram Mandir Pran Prathistha) પૂર્ણ કરી પરત ફર્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેમણે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવામાં આવશે.

એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવાશે

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી વિશ્વના તમામ ભક્તજનો ઉર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસરે મારો સંકલ્પ વધુ દ્રઢ બન્યો છે કે, ભારતીયોના ઘરો પર તેમનું પોતાનું સોલાર રૂપ ટોપ સિસ્ટમ હોય.

વીજ બિલ ઘટશે

તેમણે વધુમાં લખ્યું કે, અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પ્રથમ નિર્ણય કર્યો છે કે, અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’નો પ્રારંભ કરશે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગનું વીજ બિલ ઘટવાની સાથે ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.

રામલલાના પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ શું કહ્યું?

રામલલાના પ્રાણપ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય અને બલિદાન અને ત્યાગ-તપસ્યા બાદ આપણા રામ આવી ગયા છે. આ શુભ ઘડીની સમગ્ર દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા. આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. 22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે. આ મંદિર ફક્ત કોઈ દેવનું મંદિર નથી. આ ભારતનું ગૌરવ છે. આગ નહીં ઊર્જા છે. વિવાદ નહીં પણ સમાધાન છે. 

રામ મંદિર સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી...

  • રામની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરાઈ? : 22 જાન્યુઆરીના રોજ 84 સેકન્ડના શુભ મુહુર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. બપોરે 12 કલાક, 29 મિનિટથી 12 કલાક 30 મિનિટની વચ્ચેના સમયમાં આ વિધિ પૂર્ણ કરાઈ.
  • રામ મંદિરની લંબાઈ, પહોળાઈ કેટલી છે? : રામ મંદિરની લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. ત્રણ માળના આ મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે, જેમાં 44 દરવાજા અને 366 થાંભલા છે. આ પૈકી 14 દરવાજા પર સોનાની પરત ચઢાવાઈ છે. 
  • રામ મંદિર કેટલા  ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, કુલ પરિસર કેટલું મોટું છે?  : રામ મંદિર પરિસરનું કુલ ક્ષેત્રફળ 2.7 એકર છે, જેના 57,000 ચોરસ ફૂટ વિસ્તારમાં રામ મંદિર છે. 
  • રામ મંદિરમાં દર્શનનો સમય શું રહેશે? : રામ મંદિરમાં સવારે સાતથી 11:30 અને બપોરે 2:00થી સાંજે 7:00 સુધી કરી દર્શન શકાશે. 
  • રામ મંદિરમાં આરતીનો સમય શું રહેશે? : રામ મંદિરમાં સવારે 6:30 વાગે, બપોરે 12:00 અને સાંજે 7:30 વાગે એમ ત્રણ વાર રામલલા સહિતના દેવીદેવતાઓની આરતી થશે. 
  • પ્રભુ શ્રી રામની જૂની મૂર્તિનું શું કરાશે? : પ્રભુ શ્રી રામની નવી મૂર્તિની સાથે જૂની મૂર્તિની પણ ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 
  • રામલલાનું સૂર્યતિલક ક્યારે થશે? : રામ નવમીના દિવસે પ્રભુ શ્રી રામને સૂર્ય તિલક થશે. બપોરે 12:00 વાગે સૂર્યનું કિરણ રામલલાના કપાળ પર પડશે, જેને સૂર્યતિલક કહેવાય છે. 
  • રામ મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે? : સૂર્યને ધ્યાનમાં રાખી રામ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં રખાયું છે. 
  • પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કોણે કરી છે? : પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કર્ણાટકના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે કરી છે. 
  • રામ મંદિરનું નિર્માણ કઈ ચીજવસ્તુથી કરાયું છે? : રામ મંદિર બનાવવામાં લોખંડ-સ્ટિલનો ઉપયોગ નથી કરાયો. સમગ્ર મંદિર પથ્થરોથી બનાવાયું છે. 
  • રામ મંદિર બનાવવા ઈંટોનો ઉપયોગ પણ નથી કરાયો? : ઈંટોનો ઉપયોગ કરાયો છે અને દરેક ઈંટ પર શ્રી રામનું નામ લખાયું છે. 
  • મંદિર પરિસરમાં બીજા કયા દેવીદેવતાના મંદિર છે? : રામ જન્મભૂમિ પરિસરમાં મુખ્ય મંદિર સિવાય બીજા સાત મંદિરનું નિર્માણ ચાલુ છે. તેમાં ભગવાન રામના ગુરુ બ્રહ્મર્ષિ વશિષ્ઠ, બ્રહ્મષિ વિશ્વામિત્ર, બ્રહ્મષિ વાલ્મીકિ, અગસ્ત્ય મુનિ, રામભક્ત કેવટ, નિષાદરાજ અને માતા શબરીના મંદિર સામેલ છે. આ નિર્માણકાર્ય 2024 સુધી પૂર્ણ થઈ જશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે