રાજસ્થાનના કોટામાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, બે ડબા પાટા પરથી ખડી પડ્યાં, યાત્રીઓના જીવ અધ્ધરતાલ


Rajasthan Train Accident Jodhpur-Bhopal Passenger train derailed : રાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી.

ક્યાં બની હતી ઘટના? 

આ ઘટના રાજસ્થાનના કોટા જંકશન રેલવે સ્ટેશન પાસે બની હતી. જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના અચાનક પાટા પરથી ઉતરી જવાથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને ટ્રેન ઉભી રહેતા જ તેઓ કોચમાંથી બહાર આવી ગયા હતા. આ પછી લોકો પાયલટે નજીકના સ્ટેશન માસ્ટરને આ દુર્ઘટના વિશે જાણ કરી. ત્યારબાદ કોટા જંક્શનથી કર્મચારીઓની એક ટીમ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

ટ્રેન જોધપુરથી ભોપાલ જઈ રહી હતી

અધિકારીઓનું કહેવું છે કે જોધપુરથી પેસેન્જર ટ્રેન ભોપાલ જઈ રહી હતી. આ અકસ્માત બાદ આ લાઇન પરથી પસાર થતી અન્ય ટ્રેનોને રોકી દેવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનાને લઈને એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયેલા જોવા મળી રહ્યાં છે. ઉપરાંત મુસાફરોની ભીડ પણ જોવા મળી રહી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો