VIDEO : 'બોટ પલટી અને બધા નીચે ચાલ્યા ગયા, પછી મેં...', વડોદરા બોટ દુર્ઘટનામાં બચેલા બાળકે જુઓ શું કહ્યું...

Vadodara Boat Accident : વડોદરામાં ગુરુવારે ખુબ જ કરૂણ ઘટના બની છે. જ્યાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. જેના પર 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા. જે દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 13 જેટલા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આઠ લોકોનું રેસ્ક્યૂ કરાઈ ચૂક્યું છે જ્યારે ત્રણથી ચાર લોકો હજુ પણ ગુમ છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે તેની માહિતી આપી છે. 

તમામ વિદ્યાર્થી વડોદરાની એક શાળાના હતા. બોટની ક્ષમતા 14 લોકોની હતી પરંતુ તેમાં 27થી વધુ લોકો સવાર હતા. તળાવનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીના હાથમાં છે. ઘટનામાં જે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. 10થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. ઘટનાની માહિતી મળતા જ ત્યાં રેસ્ક્યૂની ટીમ પહોંચી ચૂકી હતી.

બોટમાં સવાર વિદ્યાર્થીએ કહ્યું...

આ બોટ દુર્ઘટનામાં બચેલા એક વિદ્યાર્થીનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા કર્મીઓ સાથે વાતચીત દરમિયાન વિદ્યાર્થી કહી રહ્યો છે કે, 'બોટ પલટીને બધા નીચે ચાલ્યા ગયા અને હું એકલો જ હતો. ઉપર આવીને મેં બોટ પકડી લીધી, પછી બોટની ઉપર આવી ગયો અને પાઈપ પકડી લીધી.'

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો